56 કલાક નોન સ્ટોપ કામ કરવું પડ્યું, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ, ફરાહ ખાને આપ્યો જવાબ
Radhika Madan on 8-Hour Shift Debate: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ કરીને મહિલા કલાકારોના કામના કલાકોને લઇને છેડાયેલા ચર્ચામાં અભિનેત્રી રાધિકા મદાને અવાજ ઉઠાવ્યો છે. અંગ્રેજી મીડિયમ, પટાખા, શિદ્દત અને સરફીરા જેવી ઘણી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પુરુષ અને મહિલા કલાકાર માટે એક નિશ્ચિત કામના કલાકોમાં મોટો તફાવત હોય છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્પિરીટ માટે દીપિકા પાદુકોણે 8 કલાકના કામની માંગણી કરી હોવાના અહેવાલો આવ્યા છે ત્યારથી આ ચર્ચા શરૂ થઈ હતી.
રાધિકાએ જણાવ્યું હતું કે, ‘મેં ઇન્ડસ્ટ્રીમાં 12થી 14 કલાક કામ કર્યું છે પણ મેં ઘણા દિગ્ગજ કલાકારોને 8 કલાકમાં પોતાનું કામ પૂરું કરતા જોયા છે. કામ એટલું બધું હોય છે કે તેઓ તે કલાકો પૂરાં કરી લે છે. પ્રોજેક્ટ પૂર્ણ થાય છે, ફિલ્મ પણ હીટ બને છે. મેં જોયું છે કે તે કેવી રીતે કામ કરે છે કારણ કે લોકો ધ્યાન કેન્દ્રિત કરે છે અને તૈયાર હોય છે કે તે દિવસે આ શોટ લેવાનો છે, ફક્ત આઠ કલાક જ છે. જો એવું ન હોત, તો હું કહીશ કે કદાચ એટલા કલાકોમાં કામ પૂરું ન થઈ શકે..' તેણે કહ્યું કે હું અનેકવાર 56 કલાક નોન સ્ટોપ કામ કરી ચૂકી છું.
આ પણ વાંચો : તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર, વાસી ભોજન ખાધું અને સતત ભેદભાવ થયો; અભિનેત્રીનો દાવો
રાધિકા કહે છે કે, 'જો મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે અને આ સંતુલનની માંગ કરી રહી છે, તો આ કંઈ નવું નથી. જો બન્ને પક્ષો કારણ સમજે અને આદરની ભાવના રાખે, તો આનો ઉકેલ લાવી શકાય છે. ખરેખર વિચિત્ર છે કે કેટલાક પુરુષ કલાકારોને આ વિશેષાધિકાર આપવામાં આવે છે અને મહિલાઓને નહીં.'
રાધિકાએ બર્ન આઉટ(લાંબા સમય સુધી કામ કરવાથી શારીરિક અને માનસિક થાક)ને એક ચિંતાનો વિષય ગણાવ્યો તેને જણાવ્યું કે, ' મેં ઘણી વખત તેનો અનુભવ કર્યો છે. થોડા વર્ષો પહેલા, હું એક જ વર્ષમાં સાત પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. હું ડિપ્રેશનમાં ગઈ, હું સંપૂર્ણપણે થાકી ગઈ હતી અને મારા બધા પાત્રોનો બોજ મારા પર આવી ગયો. મારે મદદ લેવી પડી. બર્ન આઉટ એક વાસ્તવિકતા છે, હું ફક્ત ઈન્ડસ્ટ્રીમાં સમાનતા ઈચ્છું છું અને કેટલાક પુરુષ કલાકારોને કોઈ ખાસ દરજ્જો ન મળવો જોઈએ.'
આ પણ વાંચો : સારા અલી ખાન વધુ એકવાર બોયફ્રેન્ડ સાથે જાહેરમાં દેખાઈ
હાલમાં જ એક યુટ્યુબ બ્લોગમાં ફરાહ ખાન રાધિકા મદનને મળી હતી. ફરાહએ રાધિકાને તેના પહેલા શો વિશે પૂછ્યું. ફરાહે કહ્યું, "મને લાગે છે કે તમારી શિફ્ટ 8 કલાકની નહોતી?", જેના જવાબમાં રાધિકાએ જવાબ આપ્યો, "56 કલાક નોન-સ્ટોપ કે 48 કલાક નોન-સ્ટોપ." આના પર, ફરાહે ઈશારો કર્યો કે હું પણ 8 કલાકની શિફ્ટને સપોર્ટ કરતી નથી અને કહ્યું, "ઐસે તપકે હી તો સોના બનતા હૈ."