Entertainment

દિશા પટણી ઘર પર થયેલા ગોળીબાર બાદ પહેલીવાર જોવા મળી, વાયરલ થયો વીડિયો

By GS TEAM
14 Sep 20252 mins read
TukuTouch Logo
શુક્રવારે દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર ગોળીબાર થયો હતો. આ ઘટનાને દિશાના ચાહકોને બેચેન કરી દીધા હતા. પરંતુ બીજા જ દિવસે, જ્યારે અભિનેત્રી આ ઘટના પછી પહેલીવાર જાહેરમાં બહાર આવી, ત્યારે લોકો તેને જોતા રહી ગયા. મોટાભાગના લોકો તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણા લોકો તેને ગોળીબારની ઘટનાની યાદ અપાવીને તેની મજાક કરી રહ્યા છે અને તેના ડ્રેસ પર તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ખરેખર, દિશાએ ન્યૂયોર્કમાં કેલ્વિન ક્લેઈન કલેક્શન સ્પ્રિંગ 2026 ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિશા પટણી ઘર પર થયેલા ગોળીબાર બાદ પહેલીવાર જોવા મળી, વાયરલ થયો વીડિયો
Image Social Media

Disha Patani : શુક્રવારે દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર ગોળીબાર થયો હતો. આ ઘટનાને દિશાના ચાહકોને બેચેન કરી દીધા હતા. પરંતુ બીજા જ દિવસે, જ્યારે અભિનેત્રી આ ઘટના પછી પહેલીવાર જાહેરમાં બહાર આવી, ત્યારે લોકો તેને જોતા રહી ગયા. મોટાભાગના લોકો તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણા લોકો તેને ગોળીબારની ઘટનાની યાદ અપાવીને તેની મજાક કરી રહ્યા છે અને તેના ડ્રેસ પર તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ખરેખર, દિશાએ ન્યૂયોર્કમાં કેલ્વિન ક્લેઈન કલેક્શન સ્પ્રિંગ 2026 ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો: શાહરૂખ 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે

ફાયરિંગની ઘટના પછી પહેલીવાર જોવા મળી દિશા પટણી

દિશા પટણી અને કેલ્વિન ક્લેઈને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે માત્ર ઇવેન્ટનું નામ જણાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિશા બેકલેસ બ્લેક ડ્રેસ અને હાઈ હીલ્સ પહેરેલી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે અને તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તે રસ્તા પર ચાલતી વખતે ત્યાં હાજર મીડિયા સામે પોઝ આપી રહી છે. તેના ચહેરા પરનું સ્મિત કોઈને અંદાજો પણ નથી લગાવવા દેતું કે એક દિવસ પહેલા કોઈએ તેના ઘર પર ગોળીબાર કર્યો હતો.


દિશા પટણીનો લેટેસ્ટ વીડિયો જોયા પછી લોકોએ શું કહ્યું?

હાલમાં જ દિશા પટણીનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને, એક ઇન્ટરનેટ યુઝરે લાલ હૃદયનો ઇમોજી શેર કર્યો અને લખ્યું, 'માય બેબી.' બીજા યુઝરે ટિપ્પણી કરી, 'તમે ઇવેન્ટમાં આગ લગાવી દીધી.' એક યુઝરે લખ્યું, 'દુનિયાની સૌથી સુંદર મહિલા.' જોકે, ઘણા અન્ય યુઝર્સે તેના ઘરે થયેલા ગોળીબારની યાદ અપાવી, જેના માટે ગોલ્ડી બ્રારે કથિત રીતે જવાબદારી લીધી છે. ઉદાહરણ તરીકે, એક યુઝરે લખ્યું, 'ગોલ્ડી બ્રારના માણસો સામાન લઈને આવી રહ્યા હશે.' બીજા યુઝરે ટિપ્પણી કરી, 'આન્ટી કૃપા કરીને સાવચેત રહો... તમારા ઘર પર હુમલો થયો છે.' એક યુઝરે પૂછ્યું, 'શું તમે ગોલ્ડી બ્રારને જાણો છો?'

આ પણ વાંચો: શ્રદ્ધા કપૂર લક્ષ્મણ ઉટેકરની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરશે

ઘરની બહાર 8-10 રાઉન્ડ ગોળીબાર થયો હતો

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ બરેલીના સિવિલ લાઇન્સમાં દિશા પટણીના ઘરની બહાર 8-10 રાઉન્ડ ગોળીબાર થયો હતો. દિશાના પિતા, નિવૃત્ત પોલીસ અધિકારી જગદીશ પટણી, માતા પદ્મા પટણી અને બહેન, નિવૃત્ત મેજર ખુશ્બુ પટણી આ ઘરમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ ઘટનાની જવાબદારી લીધી છે. પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.