Entertainment

શાહરૂખ 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે

By GS TEAM
14 Sep 20251 min read
શાહરૂખ 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે

- ફિલ્મ જવાનના અભિનય બદલ અભિનેતા કિંગનું શૂટિંગ છોડીને પોલેન્ડથી દિલ્હી આવી સેરિમનીનો હિસ્સો બનશે

મુંબઇ : શાહરૂખ ખાનને તેની ૩૦ વરસની કારકિર્દીમાં પ્રથમ વખત એટલીની જવાન ફિલ્મ માટે ૭૧માં નેશનલ ફિલ્મ એવોર્ડસ મળવાનું સમ્માન મળશે. આ એવોર્ડ સેરેમની ૨૩ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં વિજ્ઞાાન ભવનમાં યોજાવામાં આવશે. જ્યાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હાથે આ સમ્માન મળશે. અભિનેતા હાલ પોલેન્ડમાં પોતાની ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે, જેને  અધવચ્ચે છોડીને આ એવોર્ડથી સમ્માનિત થવા માટે દિલ્હી પહોંચશે. 

૭૧મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ અભિનેતા તરીકે શાહરૂખ ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મૈસી ફિલ્મ ૧૨વી ફેઇલ માટે સમ્માનિત થશે. જ્યારે રાણી મુખર્જી પણ આ યાદીમાં સામેલ છે.ઉલ્લેખનીય છે કે, શાહરૂખે એટલીની જવાન ફિલ્મમા ંબેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું.આ ફિલ્મમાં તેણે પિતા-પુત્રની બેવડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૨૦૨૩ની બ્લોકબસ્ટર્સ ફિલ્મોમાંની એક હતી.  વિક્રાંત મેૈસીએ વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત ૧૨ વી ફેઇલમાં ઉત્તમ અભિનય આપ્યો હતો. 

એક રિપોર્ટના અનુસાર ત્રણેય કલાકારો ૭૧મા નેશનલ ફિલમ એવોર્ડ મેળવવા માટે દિલ્હી પહોંચશે.