Entertainment

'બોર્ડર 2'ના સેટ પરથી સામે આવ્યો દિલજીત દોસાંઝનો વીડિયો, શાહરૂખ ખાનના સોંગ પર કર્યો ડાન્સ

By GS TEAM
10 Jul 20252 mins read
TukuTouch Logo
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલમાં તેની આગામી ફિલ્મ 'બોર્ડર 2'ની શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે 'બોર્ડર 2'ના સેટ પરનો વીડિયો દિલજીતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે શાહરૂખ ખાનના સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ પર અનેક યૂઝર્સે કોમેન્ટ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બોર્ડર 2'ના સેટ પરથી સામે આવ્યો દિલજીત દોસાંઝનો વીડિયો, શાહરૂખ ખાનના સોંગ પર કર્યો ડાન્સ

Diljit Dosanjh's Dancing Video : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલમાં તેની આગામી ફિલ્મ 'બોર્ડર 2'ની શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે 'બોર્ડર 2'ના સેટ પરનો વીડિયો દિલજીતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે શાહરૂખ ખાનના સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ પર અનેક યૂઝર્સે કોમેન્ટ કરી રહ્યા છે. 

શાહરૂખ ખાનના સોંગ પર કર્યો દિલજીતનો ડાન્સ

'બોર્ડર 2'ના સેટ પર દિલજીત દોસાંઝ ખુશી વ્યક્ત કરતો જોવા મળે છે. દિલજીતે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'ડુપ્લીકેટ'નું 'મેરે મહેબૂબ મેરે સનમ' ગીત વાગી રહ્યું છે. જ્યારે એક યુઝરે વીડિયોમાં કોમેન્ટ કરતાં કહ્યું કે, 'બહુ સરસ સ્ટાઈલ છે. પાજી આપ ગ્રેટ હો...'

પહેલા પણ શેર કરેલો વીડિયો

'ઉડતા પંજાબ' ના અભિનેતા ઘણીવાર તેની આગામી ફિલ્મ 'બોર્ડર 2' ના સેટ પરથી તેના વીડિયો શેર કરે છે. ગઈકાલે પણ તેણે સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે વરુણ ધવન, આહાન શેટ્ટી અને દિગ્દર્શક અનુરાગ સિંહ સાથે મસ્તી કરી રહ્યો હતો. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'દુસરા દિન ભાઈ.'

આ પણ વાંચો: મલાઈકા અરોરા કેમ હાજર થઈ કોર્ટમાં? સૈફ અલીના પક્ષમાં આપવાની હતી જુબાની, જાણો મામલો

તમને જણાવી દઈએ કે, 'સરદાર જી 3' માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવાને લઈને દિલજીતને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે હવે FWICEએ દિલજીત સામે લગાવેલો પ્રતિબંધ પરત ખેંચી લીધો છે. જેનાથી તેને 'બોર્ડર 2' પર કામ ચાલુ રાખવાની મંજૂરી મળી છે. FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ જણાવ્યું હતું કે, 'ટી-સીરીઝે ઔપચારિક વિનંતી કરી હતી કે, ફિલ્મના મોટા પાર્ટ પહેલાથી જ શૂટ થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે કાસ્ટ બદલવાથી અભિનેતાઓની જોડીમાં ખલેલ પહોંચશે. જેથી ફિલ્મ બનાવવાનું કામ ખૂબ મુશ્કેલ બનશે.'