બહિષ્કારની માગ વચ્ચે દિલજીત દોસાંઝને મળ્યો ભાજપ નેતાનો ટેકો, કહ્યું - એ તો રાષ્ટ્રીય સંપત્તિ છે..
BJP Leader Supports Diljit Dosanjh: દિલજીત દોસાંઝની આવનારી ફિલ્મ 'સરદાર જી 3'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિવાદો શરુ થઈ ગયા છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર હોવાના કારણે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તો FWICEએ દિલજીત પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ઈલિયાના ડિક્રૂઝ બીજી વખત બની માતા, દીકરાની પ્રથમ તસવીર સાથે નામ કર્યું જાહેર
ટ્રેલર ભારત ઉપલબ્ધ નથી, પરંતુ પાકિસ્તાનના શહેરોમાં રિલીઝની યોજના અને પાકિસ્તાની કલાકારની ભાગીદારીને લઈને દર્શકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન BJPના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે દિલજીતના સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો: શેફાલી જરીવાલાના નિધન બાદ પરિવારમાં માતમ, માતાનું કરુણ રુદન, પતિ પણ આઘાતમાં
શું છે આર. પી. સિંહનું નિવેદન
આર.પી. સિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, 'દિલજીત માત્ર એક કલાકાર નથી,પરંતુ ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક ચહેરો અને રાષ્ટ્રીય સંપત્તિ છે. FWICE દ્વારા તેમની નાગરિકતા રદ્દ કરવાની માંગણી યોગ્ય નથી. દેશભક્તિને હથિયાર ન બનાવો, તેના પર ફરી એકવાર વિચાર કરવો જોઈએ.'