લંડનની સૌથી મોંઘી કોફી 31,000માં પીધી દિલજિત દોસાંજે: કહ્યું, ‘આટલા પૈસામાં તો ભારતમાં એક લગ્ન અટેન્ડ કરી લઉં’
London Expensive Coffee: દિલજિત દોસાંજએ લંડનમાં સૌથી મોંઘી કોફી પીધી હતી, પણ એની કોઈ ખાસ મજા નહોતી આવી. તેણે કહ્યું હતું કે આ કોફીના ખર્ચમાં તો હું ભારતમાં એક લગ્ન અટેન્ડ કરી શકું! દિલજિત હાલમાં લંડનમાં છે અને તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની જીંદગી વિશે રીલ્સ શેર કરતો રહે છે. તે જ્યારે કોઈ નવી જગ્યા જાય છે અથવા કંઈક નવું અજમાવે છે, ત્યારે તે તેની રીલ્સ નિશ્ચિતપણે શેર કરે છે.
દિલજિત તેના કોન્સર્ટ અને સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં તે આ કોફીને કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેણે લંડનમાં ‘જપાન ટિપિકા નેચરલ’ કોફી પીધી હતી, જે જપાનના ઓકિનાવામાં ઉગાડવામાં આવે છે. આ ખૂબ જ ઓછી માત્રામાં મળતી કોફી છે અને તેને ખુબ જ રસદાર માનવામાં આવે છે.
આ કોફીની કિંમત 265 પાઉન્ડ, એટલે કે અંદાજે ₹31,000, છે. દિલજિતે જે રીલ શેર કરી છે, તેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ જેકેટ અને બ્લેક ચશ્મા સાથે જોવા મળી રહ્યો છે. તે જ્યારે કોફી ઓર્ડર કરે છે, ત્યારે તેના માટે દરેક વસ્તુ લાવીને કોફી બનાવવામાં આવે છે. આ એક શुद्ध કોફી ગણવામાં આવે છે, જેમાં દરેક વસ્તુ નાપીને તૈયાર કરવામાં આવે છે.
આ સમયે દિલજિત મજાકમાં કહે છે કે ₹31,000 લેવા છતાં પણ કોફી નાપીને જ આપવામાં આવે છે!
આ પણ વાંચો: ઇલોન મસ્કના X બાદ સ્પોટિફાઈ થયું ડાઉન: દુનિયાભરના વેબસાઇટ અને એપ્સના યુઝર્સ પર અસર
કોફી વિશે દિલજિત દોસાંજ કહે છે, ‘આજે હું એકદમ પ્યોર કોફી પીવા જઈ રહ્યો છું. આજે હું ભોજન નહીં ખાઉં. આ એક જ વસ્તુ છે, જે આજે હું આરોગીશ. એક ચુસ્કી ₹7,000ની આવશે! કોફી પીને અલગ અનુભવ કરો! ₹31,000ની કોફી... આટલામાં તો ભારતમાં એક લગ્ન અટેન્ડ કરી લઉં!’
જોકે, કોફી પીધા બાદ તે મજાકમાં કહે છે, ‘આ કોફી થોડી ફીકી છે. આ કોફી સાથે લડ્ડૂ અને બુંદી પણ આપો, લંડનની સૌથી મોંઘી કોફી છે!’