Get The App

ઇલોન મસ્કના X બાદ સ્પોટિફાઈ થયું ડાઉન: દુનિયાભરના વેબસાઇટ અને એપ્સના યુઝર્સ પર અસર

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ઇલોન મસ્કના X બાદ સ્પોટિફાઈ થયું ડાઉન: દુનિયાભરના વેબસાઇટ અને એપ્સના યુઝર્સ પર અસર 1 - image


Spotify Down: ઇલોન મસ્કના X બાદ હવે સ્પોટિફાઈ ડાઉન થયું છે. દુનિયાની સૌથી ટોચની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ સ્પોટિફાઈમાં મોટો સર્વર ઈશ્યુ આવ્યો છે, જેના કારણે દુનિયાભરના વેબસાઇટ અને એપ્સનો ઉપયોગ કરનારા યુઝર્સ પર અસર પડી છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ DownDetector મુજબ, ભારતમાં સાંજે 5:45 પછી આ સમસ્યા શરૂ થઈ હતી. તરત જ 160 યુઝર્સે ફરિયાદ નોંધાવી, જ્યારે અમેરિકામાં 17,000 કરતાં વધુ ફરિયાદો આવી.

આ મહિનામાં બીજી વખત સર્વિસ ડાઉન

સ્પોટિફાઈની હાલ ઘણી વાર સર્વિસ ડાઉન થઈ રહી છે. એપ્રિલમાં અનેક વખત સર્વિસ બંધ થઈ હતી, અને થોડા દિવસ પહેલાં પણ ફરી સર્વિસ ડાઉન થઈ હતી. આ ખામીના કારણે સોશિયલ મીડિયા પર ઘણા રિપોર્ટ્સ જોવા મળ્યા હતા. તેમ છતાં, અત્યાર સુધી સ્પોટિફાઈ દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ સર્વિસ ક્યારે શરૂ થશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો: ચાઇનિઝ સબમરિનને વર્ચ્યુઅલી શોધવી મુશ્કેલ બનશે: શું છે આ ટેક્નોલોજી…

યુઝર્સ પર અસર

આજે થયેલા આઉટેજના કારણે ઘણાં યુઝર્સ પર અસર પડી છે. ખાસ કરીને, અમેરિકામાં 94% યુઝર્સે એપલિકેશન ઉપયોગ કરતી વખતે મુશ્કેલી અનુભવેલી છે, 5% યુઝર્સને વેબસાઇટમાં સમસ્યા થઈ છે, જ્યારે 1% યુઝર્સને સર્ચ કરવામાં તકલીફ પડી છે. વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરી રહેલા યુઝર્સ હવે નારાજ થઈ રહ્યાં છે અને કંપની પાસે નવી અપડેટની માંગ કરી રહ્યાં છે. સાથે, આ સર્વિસ ફરી ક્યારે નોર્મલ થશે તે અંગે સવાલો પણ ઉઠી રહ્યાં છે.

Tags :