દિલીપ કુમારની એક એવી ફિલ્મ જેણે ભારતીય સિનેમાના પ્રેમ પ્રકરણના નવા અધ્યાયની કરી શરૂઆત

Updated: Jul 7th, 2022


નવી મુંબઇ, તા. 7 જુલાઇ, 2022, ગુરુવાર 

પીઢ અભિનેતા દિલીપ કુમારે બોલીવૂડને ઘણી બધી હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં રાજ કર્યું. દિલિપકુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. જ્યારે પણ દિલીપ સાહેબનો ઉલ્લેખ થાય છે ત્યારે સાયરા બાનુનું નામ લેવામાં આવતું. તેમની અને સાયરાબાનુની જોડી પણ ઈન્ડસ્ટ્રીની સૌથી જૂની અને મજબૂત જોડીમાંથી એક હતી.

વર્ષ 2021માં 7મી જુલાઈએ આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમની વિદાય પછી પત્ની સાયરા બાનુના જીવનમાં જે ખાલીપો આવી ગયો. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, બંને વચ્ચે ક્યારેય કડવાશ નહોતી અને હંમેશા એકબીજાને ટેકો આપ્યો હતો. સાયરા બાનુ દિલીપ કુમારના છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યાં અને અભિનેતાના અવસાન પછી તે એટલી ભાંગી પડ્યા હતા કે તેણે લોકો સાથે સોશ્યિલાઇઝ કરવાનું પણ શરૂ કર્યું હતું. સાયરા બાનુ અને દિલીપ કુમારની લવસ્ટોરી હિન્દી સિનેમામાં ખૂબ જ લોકપ્રિય હતી.

Source-Wikipedia


દિલીપ કુમારની જો વાત કરીએ તો બોલીવૂડમાં તેમનો એક અલગ જ રુતબો હતો, 1960માં ફિલ્મ મુગલે-આઝમ રિલીઝ થવાની સાથે જ 1 વર્ષ બાદ સાયરા બાનુની ફિલ્મ જંગલી રિલીઝ થઇ હતી. મુગલે આઝમ એક એવી ફિલ્મ બની જે બ્લેક એન્ડ વ્હાઇટમાં રિલીઝ થઇ હતી અને ફરીથી તેને રંગીન કલરમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દિલીપ કુમાર માટે પણ ખાસ હતી, ફિલ્મ વિશે એવી ઘણી વાતો છે જેનાથી લોકો અજાણ છે, આજે ફિલ્મ વિશેની કેટલીક અજાણી વાતો જણાવીશુ. 

    

ફિલ્મને લઇને રોચક વાતો 

મુઘલ-એ-આઝમ ફિલ્મ મુઘલ બાદશાહ જલાલુદ્દીન અકબરના દીકરા સલીમ અને અનારકલીની લવ સ્ટોરી પર આધારિત હતી.

ફિલ્મ મુઘલ-એ-આઝમનૈ ડિરેક્ટરે પોતાના જીવનમાં માત્ર 3 ફિલ્મો જ બનાની જે ફિલ્મોએ ઇતિહાસ રચ્યો હતો.

આ સિવાય ફિલ્મની શૂટીંગ માટે બધુ નકલી વાપરવામાં આવે છે પણ આ એક એવી ફિલ્મ હતી જેમાં નકલી મોતીના બદલે અસલી મોતી વાપરવામાં આવ્યા હતા.

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા એક્ટર સપ્રૂ ચંદ્રમોહન અને નરગિસ ભજવવાના હતા, જે 1940માં રીલિઝ થવાની હતી. જે બાદ નવી સ્ટાર કાસ્ટમાં દિલીપ કુમાર, મધુબાલા અને પૃથ્વીરાજ કપુરને લેવામાં આવ્યા.

સૌથી નવાઇની વાત છે કે, ફિલ્મના યુદ્વ સૈનિકો તરીકે જોવા મળેવલા સૈનિકો મોટા ભાગના સૈનિકો ભારતીય સૈન્યમાં સિપાહી હતા.


એ સમયમાં આ ફિલ્મના એક ગીત પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો.આજે પણ જે લોકોના દિલમાં વસ્યુ છે તે "ગીત જબ પ્યાર કિયા તો ડરના ક્યા" માટે જ ખાલી 10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.

દિલીપ કુમારે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું. છેલ્લે તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.

    Sports

    RECENT NEWS