Taarak Mehta Ka Oolta Chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 17 વર્ષથી ચાહકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ શોના પોડ્યુસર અસિત મોદી છે. શોમાં મિસિસ રોશનના રોલમાં જેનિફર મિસ્ત્રી જોવા મળી હતી. જોકે, તે હવે આ શોનો ભાગ નથી. શો છોડ્યા પછી જેનિફરે અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. હવે જેનિફરે અસિત મોદી અને દિલીપ જોશી (જેઠાલાલ) વચ્ચે થયેલી બબાલને લઈને પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: કપિલ શર્માના કાફે પર હુમલા મામલે ઈન્ટરપોલની એન્ટ્રી, FBI એ રણદીપ મલિકની ધરપકડ કરી
દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે થયો હતો ઝઘડો
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જેનિફરે કહ્યું, 'હોંગકોંગમાં દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ખૂબ જ ખરાબ રીતે ઝઘડો થયો હતો. ત્યાં હાજર લોકોની સામે ખૂબ જોર જોરથી બૂમો પાડીને લડાઈ કરી હતી. દિલીપ જોશીએ અસિત વોરાનો કોલર પકડી લીધો હતો. ત્યાં ખૂબ જ ગરમાગરમી થઈ ગઈ હતી. એ વખતે તો વધારે જ થઈ ગયું હતું. એટલે કે બધા નારાજ હતા કે ભાઈ તમે નિર્માતા છો, તમે વારંવાર કેમ જાઓ છો? દિલીપજી અને અસિતજી વચ્ચે ઝઘડો વધી ગયો હતો.'
'આ સમાચાર ખોટા છે'
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ દિલીપ જોશી અને અસિત વોરા વચ્ચે ઝઘડાના સમાચાર આવ્યા હતા. ત્યારે અસિત મોદીએ એક નિવેદન આપ્યું હતું કે, 'આ સમાચાર ખોટા છે. લોકો શો ની સફળતાથી ઇર્ષ્યા કરી રહ્યા છે.'
આ પણ વાંચો: બાદશાહનો અમેરિકામાં યોજાનારો કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ
'લોકો અફવાઓ ફેલાવે છે, ત્યારે દુઃખ થાય છે'
તો, દિલીપ જોશીએ પણ આ નિવેદન આપતાં કહ્યું હતું કે, 'મારી અને અસિત ભાઈ વચ્ચે ચાલી રહેલા ઝઘડાના સમાચાર ખોટા છે. આ દુખદ છે કે, આવી વાતો કહેવામાં આવી રહી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે લોકો અફવાઓ ફેલાવે છે ત્યારે દુઃખ થાય છે.'
ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશી 17 વર્ષથી શોનો ભાગ છે. તે શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમજ શોમાં દિલીપ જોશી મુખ્ય પાત્રમાં છે.


