Entertainment

ધુરંધરની સારા અર્જુનને નવી મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

By GS Team
26 Nov 20261 min read
TukuTouch Logo
યશરાજ ફિલ્મ્સની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં 'ધુરંધર' ફેમ સારા અર્જુન હિરોઈન તરીકે જોવા મળશે. મનીષ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીથી પંજાબમાં શરૂ થશે. 8 ગીતો ધરાવતી આ ફિલ્મમાં અંબરિષ વર્મા પણ મહત્વની ભૂમિકામાં છે. સારાની યશરાજ સાથેની આ પ્રથમ ફિલ્મ છે, જેનું પ્રિ-પ્રોડક્શન ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધુરંધરની સારા અર્જુનને નવી મ્યુઝિકલ લવ સ્ટોરી મળી
  • ફિલ્મનું શૂટિંગ પંજાબમાં હાથ ધરાશે
  • બેન્ડ બાજા બારાત સહિતની ફિલ્મોના સર્જક મનીષ શર્માને નિર્દેશન સોંપાયું

મુંબઇ : 'ધુરંધર' ફિલ્મમાં કામ કરી જાણીતી બનેલી સારા અર્જુનને હવે યશરાજ ફિલ્મ્સની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં હિરોઇન તરીકે કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન આધુનિક લવ સ્ટોરીઓ બનાવવા માટે જાણીતાં નિર્દેશક મનીષ શર્મા કરશે. હાલ ફિલ્મનું પ્રિ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.
આઠ ગીતો ધરાવતી આ લવ સ્ટોરીનું શૂટિંગ જાન્યુઆરીથી પંજાબમાં શરૂ કરી દેવામાં આવશે.
'સપને વર્સીસ એવરીવન' ફેમ એક્ટર અંબરિષ વર્મા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા કરી રહ્યો હોવાનું મનાય છે. યશરાજ ફિલ્મ્સમાં સારાની આ પહેલી ફિલ્મ બની રહેશે.
મનીષ શર્મા અગાઉ ૨૦૧૦માં 'બેન્ડ બાજા બારાત' અને ૨૦૧૩માં 'શુદ્ધ દેશી રોમાન્સ' નામની આધુનિક લવસ્ટોરીઓ આપી ચૂક્યા છે. છેલ્લે તેમણે 'ટાઇગર ૩' નિર્દેશિત કરી હતી. જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.