ધુરંધર 2 રિલીઝ થયાના થોડી જ મિનિટોમાં પાકિસ્તાનમાં નેટફ્લિક્સ ક્રેશ થઈ ગયું, વાઈરલ વીડિયોનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhurandhar-2 In Pakistan : ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર-1’ બાદ હવે ‘ધુરંધર-2’એ પણ પાકિસ્તાનમાં દમદાર ધમાલ મચાવી છે. દાવા મુજબ ‘ધુરંધર-2’ પાકિસ્તાનમાં નંબર-1 પર ટ્રેડિંગ બની ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં ‘ધુરંધર-1’ રિલીઝ થઈ હતી, જેને પાકિસ્તાની લોકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે હવે ‘ધુરંધર-2’ પણ પાકિસ્તાનમાં જોરદાર ધમાલ મચાવી રહી છે. શાહબાજ શરીફ સરકારે ધુરંધર ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે હવે પાકિસ્તાની વ્યક્તિએ દાવો કર્યો છે કે, તેમના દેશમાં OTT પર ‘ધુરંધર ધી રિવેન્જ’ જોરદાર છવાઈ ગઈ છે.
પાકિસ્તાનમાં છવાઈ ‘ધુરંધર-2’
પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર માવિયા ઉમેર ફારુકીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની વિડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફારુકીની પાછળના ટીવી સ્ક્રીન પર ‘નેટફ્લિક્સ’ના હોમ પેજ પર ‘ધુરંધર-2’ નંબર-1 પર દેખાઈ રહ્યું છે. ક્રિએટરે દાવો કર્યો છે કે, પાકિસ્તાનમાં આદિત્ય ધરની ફિલ્મ રિલીઝ થતાં જ સૌથી વધુ પસંદગીની ફિલ્મ બની ગઈ છે.
20 કરોડ પાકિસ્તાનીઓએ જોઈ ‘ધુરંધર-2’
પાકિસ્તાની ક્રિએટરે કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધુરંધર ધી રિવેન્જ (Dhurandhar The Revenge) નંબર-1 પર ટ્રેડ કરી રહી છે. પાકિસ્તાનીઓ બોલી રહ્યા હતા કે, આ ખોટી ફિલ્મ છે. જોકે છેલ્લા 24 કલાકમાં 20 કરોડ પાકિસ્તાનીઓએ ધુરંધર ફિલ્મ જોઈ છે. અમને બધાને ખબર છે કે, રણવીર સિંહની ભૂમિકા ખોટી દેખાડવામાં આવી છે, છતાં આદિત્ય ધરે રણવીરને જે રીતે દેખાડ્યો છે, તે જોઈને અમે લાગી રહ્યું છે કે, રણવીર સિંઘ (Ranveer Singh) પાકિસ્તાન આવ્યો હતો. ફિલ્મ કમાલ કરી દીધો છે. હવે હું રાહ જોઈ રહ્યો છું કે, આ ફિલ્મ નંબર-1 પરથી ક્યારે હટશે. પાકિસ્તાન છેલ્લે ‘મની હાઈસ્ટ’ અને ‘સ્ક્કિડ ગેમ’નો જોરદાર ક્રેઝ હતો, જોકે હવે ધુરંધર ધૂમ મચાવી રહી છે.’
પાકિસ્તાનમાં નેટફ્લિક્સ ક્રેશ
ફારુકીએ અગાઉ પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં ધુરંધર ધ રિવેન્જે નેટફ્લિક્સ ક્રેશ કરી દીધું હતું. તેણે દાવો કર્યો હતો કે, ફિલ્મ સ્ટ્રીમ થતાં જ પાકિસ્તાની લોકો રાત્રે 12.00 વાગે જોવા બેસી ગયા હતા. એક સાથે અનેક લોકો ફિલ્મ જોવા બેસી જતા નેટફ્લિક્સનું સર્વર ક્રેશ થઈ ગયું હતું.
આ પણ વાંચો : દેશની નં. 1 ફિલ્મ, બજેટ ફક્ત 20 કરોડ... રેટિંગમાં ‘ધુરંધર 2’ અને ‘દંગલ’થી પણ આગળ
ધૂરંધર ફિલ્મનું 3000 કરોડનું કલેક્શન
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સહિત ગલ્ફ દેશોમાં ધુરંધર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં ફિલ્મે વર્લ્ડવાઈડ 3000 કરોડથી વધુનું કલેક્શન (Box Office Collection) કર્યું હતું. હવે ફિલ્મનો બીજો ભાગ ભારતમાં ચોથી જૂને જિયોહૉટસ્ટાર (JioHotstar) પર પ્રીમિયર થવાનો છે, જેને પાંચમી જૂને સ્ટ્રીમ કરવામાં આવશે.









