યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ કેવી છે ધનશ્રીની લાઈફ? કહ્યું- નકારાત્મકતા પર ધ્યાન નથી આપતી
Dhanashree Verma: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હવે અલગ થઈ ગયા છે. બંન્નેની વર્ષ 2020માં લગ્ન થયા હતા, પરંતુ બંન્નેના સંબંધો વધુ ટક્યા નહીં. ધનશ્રીએ હાલમાં જ છુટાછેડા પછીની લાઈફ વિશે વાત કરી હતી. ધનશ્રીનું કહેવું છે કે, છુટાછેડા પછીનું જીવન બદલાઈ ગયું છે. હવે તે પોતાની જાતને પ્રાયોરિટી આપી રહી છે અને નેગેટિવિટીને ઈગ્નોર કરે છે.
આ પણ વાંચો: 'ભૂલ ચૂક માફ' હિટ થઈ કે ફ્લોપ? જાણો ચાર દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
શું કહ્યું ધનશ્રીએ
હકીકતમાં જ્યારે ધનશ્રીને પૂછવામાં આવ્યું કે, તેણે છેલ્લા કેટલાક મહિનાઓથી મળી રહેલી નેગેટિવિટી અને ટીકાને કેવી રીતે સંભાળી, ત્યારે ધનશ્રીએ તેના જવાબમાં મીડિયાને કહ્યું, 'મને તેનાથી કોઈ ફરક નથી પડ્યો. મેં મારી જાતને કામ પર ફોક્સ કર્યો છે, કારણ કે મારી પાસે ઘણી જવાબદારીઓ છે. મેં મારી જાતને મજબૂત બનાવી છે. નેગેટિવિટી અને ટીકાનો પહેલા દિવસથી જ મારા પર કોઈ અસર થઈ નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં પડે.'
શું ફેરફાર આવ્યો
ધનશ્રીએ આગળ કહ્યું કે, હું ફાલતું બોલતા લોકો પર ધ્યાન નથી આપતી, કારણ કે હું મારા ગ્રોથ પર ફોકસ કરી રહી છું. મેં મારુ લક્ષ્ય નક્કી કરી લીધુ છે અને ત્યા સુધી કમિટેડ રહીશ જ્યાર સુધી હું તેને પ્રાપ્ત ન કરી લઉં. હું એવા લોકો સાથે રહું છું જે મને રિસ્પેક્ટ આપે છે અને મને પ્રેમ કરે છે.
ધનશ્રીનું એવું પણ કહેવું છે કે, લોકો તેના વિશે શું વિચારે છે તેના પર તેને કોઈ રસ નથી, કારણ કે આનાથી ફક્ત અફવાઓ વધ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલ ચૂક માફ'ના ગીત ટિંગ લિંગ સજના. આ ગીત પર તેની સાથે રાજકુમાર રાવ હતા. તો તે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવાની હતી. આ ફિલ્મ દ્વારા તે પોતાના અભિનય યાત્રાની શરુઆત કરી રહી છે. ધનશ્રીએ કહ્યું કે, હું આ નવા અધ્યાય માટે ખૂબ જ ઉત્સાહી છું કારણ કે, હું એક્ટિંગ કરવાની છું. હું જે કંઈ શીખું છું, તેના માટે હું ઉત્સાહિત છું.