'ભૂલ ચૂક માફ' હિટ થઈ કે ફ્લોપ? જાણો ચાર દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Image Twitter |
Bhool Chuk Maaf Box Office Collection Day 4: રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી લગ્ન કરવા માટે ઉત્સુક છે પરંતુ સમય નથી મળતો. આ એક અલગ અને અનોખી સ્ટોરી છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સ્ટોરી છે 23 મેના રોજ રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ભૂલ ચૂક માફ' ની. આજે ફિલ્મ રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને ચોથા દિવસે ફિલ્મની કમાણીના શરૂઆતી આંકડા પણ સામે આવ્યા છે. તો ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
'ભૂલ ચુક માફ'નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ વિવેચક તરણ આદર્શના મત પ્રમાણે રાજકુમાર રાવની ફિલ્મ મલ્ટિપ્લેક્સથી લઈને સિંગલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ પસંદ કરવામાં આવી રહી છે. અધિકૃત આંકડાઓ અનુસાર ફિલ્મે પહેલા દિવસે 7.20 કરોડ રૂપિયા, બીજા દિવસે 9.81 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 11.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેનાથી પહેલા સપ્તાહના અંતે જ 28.71 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.
સક્કિનલ્કના મતે ફિલ્મે ચોથા દિવસે રાત્રે 8:05 વાગ્યા સુધી 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને હવે ફિલ્મનું કુલ કલેક્શન 31.96 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
ભૂલ ચૂક માફ' હિટ કે ફ્લોપ? બજેટ અને વર્લ્ડવાઈઝ કમાણી
રાજકુમાર રાવની ફિલ્મે 3 દિવસમાં વિશ્વભરમાં 34.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો આપણે આમાં આજના કલેક્શનને ઉમેરીએ તો તે 37.75 કરોડ રૂપિયાથી ઉપર પહોંચે છે. ફિલ્મ હિટ થશે કે ફ્લોપ તે કહેવું હજુ વહેલું ગણાશે કારણ કે, ફિલ્મ રિલીઝ થયાને માત્ર 4 દિવસ જ થયા છે.