Entertainment

VIDEO: ચહલની વાત કરી રડી પડી ધનશ્રી, કહ્યું- મને હંમેશા તેની ચિંતા તો રહેશે જ

By GS TEAM
4 Oct 20252 mins read
TukuTouch Logo
અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં અશ્નીર ગ્રોવર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' માં જોવા મળી છે. તાજેતરના જ એક એપિસોડમાં તે પોતાના સહ-સ્પર્ધક અર્જુન બિજલાની સાથે તેના પૂર્વ પતિ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ અને આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. વાતચીત દરમિયાન ધનશ્રીએ સ્વીકાર્યું કે તેને હંમેશા ચહલ વિશે ચિંતા રહેશે, અને માત્ર તેમના લગ્ન તૂટવાથી તેની ચિંતા ક્યારેય ઓછી નહીં થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ચહલની વાત કરી રડી પડી ધનશ્રી, કહ્યું- મને હંમેશા તેની ચિંતા તો રહેશે જ

Dhanashree Verma: અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં અશ્નીર ગ્રોવર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' માં જોવા મળી છે. તાજેતરના જ એક એપિસોડમાં તે પોતાના સહ-સ્પર્ધક અર્જુન બિજલાની સાથે તેના પૂર્વ પતિ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ અને આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. વાતચીત દરમિયાન ધનશ્રીએ સ્વીકાર્યું કે તેને હંમેશા ચહલ વિશે ચિંતા રહેશે, અને માત્ર તેમના લગ્ન તૂટવાથી તેની ચિંતા ક્યારેય ઓછી નહીં થાય. 

આ પણ વાંચો: ઝુબિન ગર્ગને ઝેર અપાયું હતું...' મિત્રના જ દાવાથી ખળભળાટ, કાવતરાનો પણ આરોપ મૂકાયો

'રાઇઝ એન્ડ ફોલ' માં ધનશ્રી યુઝવેન્દ્ર અર્જુન બિજલાની સાથે તેના લગ્ન વિશે વાતચીત કરતી જોવા મળી છે. અર્જુન તેને પૂછ્યું કે, 'તમારા લવ મેરેજ હતા કે એરેંજ મેરેજ' ? ત્યારે ધનશ્રીએ જવાબ આપ્યો કે, 'લવ વીથ એરેંજ. એરેંજ રુપે શરુ થયા. તેથી તે ડેટિંગ વિના લગ્ન કરવા માંગતો હતો. મારો કોઈ પ્લાન પણ નહોતો.'

સંબંધોમાં પરિવર્તન અનુભવ્યો : ધનશ્રી

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, 'કઈ વાત તેમને પરેશાન કરે છે'? ત્યારે તેણે જવાબ આપ્યો, 'આખી પ્રક્રિયામાં જેટલો પ્રેમ આપવામાં આવ્યો. ઓગસ્ટમાં અમારો રોકા સમારંભ હતો અને ડિસેમ્બરમાં અમારા લગ્ન થયા. તેમાં પણ હું તેમની સાથે ત્યાં મુસાફરી કરી રહી હતી. અમે સાથે રહેતા હતા. ધીમે ધીમે, મને લાગ્યું કે, હું કેટલાક ફેરફારો જોઈ શકતી હતી.' ધનશ્રીએ શેર કર્યું કે તેણે કેટલાક ફેરફારોને નોટીસ કરવાનું શરુ કર્યું હતું, તેણે લગ્ન પછી તેના સંબંધમાં પરિવર્તન અનુભવી કરી શકતી હતી.

આ પણ વાંચો: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સગાઈ કરી લીધાની વાતો ઉડી, લગ્ન 2026માં કરે તેવી ચર્ચા

મને તકો આપવી ગમે છે: ધનશ્રી

ધનશ્રીએ પોતાની વાત પૂરી કરતાં આગળ કહ્યું કે, 'મારી સમસ્યા એ છે કે, મને તકો આપવી ગમે છે.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, છૂટાછેડાનો નિર્ણય કોણે કર્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું કે, તે તેનો પોતાનો નિર્ણય હતો અને તેને કોઈ અફસોસ નથી. એ કારણ છે કે, મેં સમય લીધો. મેં શક્ય તેટલું બધું કર્યું અને તેને મારું 100 ટકા આપ્યું.' આ દરમિયાન, ધનશ્રીની આંખોમાં આંસુ આવી ગયા અને અર્જુન તેને પ્રોત્સાહન આપતાં ભેટી પડ્યો.