બોલિવૂડની એક સમયની ઉમદા ડાન્સર લોરેન ગોટબિલે બોયફ્રેન્ડ સાથે ઈટાલીમાં કર્યા લગ્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Lauren Gottlieb Marries Tobias Jones: બોલિવૂડની એક સમયની ઉમદા ડાન્સર અને અભિનેત્રી લોરેને ગોટલિબે લગ્ન કરી લીધા છે. લોરેને પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ટોબિયાસ જોનાસ સાથે ઈટાલીમાં લગ્ન કર્યા છે. લાંબા સમયથી ટોબિયાસને ડેટ કરી રહેલી લોરેને સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે. એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીત દરમિયાન લોરેને કહ્યું કે, 'તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. એક રિલેક્સ ક્ષણથી લઈને એક મોટા આશ્ચર્ય સુધી. હું લગ્નના દિવસે વહેલી ઉઠી ગઈ. તૈયાર થતી વખતે હું અંદરથી ખૂબ જ શાંત જણાતી હતી.'
લોરેને આગળ કહ્યું કે, મારી સામે ટોબિયાસને જોઈને હું મારી જાતને કહેતી રહી કે આ દરેક સેકન્ડ યાદ રાખજે. તેના વિશે એક પણ વાત ભૂલશો નહીં.' એવું પણ કહેવાય છે કે લગ્ન ભલે ખાનગી હતા, પણ તેમાં મહેમાનો માટે વરરાજા માટે પણ ઘણા બધા આશ્ચર્યો હતા. લગ્નમાં એક ગાયિકા હતી જે લોરેનના લગ્ન માટે આવી હતી ત્યારે પરફોર્મન્સ કર્યું હતું.
આ ઉપરાંત લગ્નમાં મહેમાનો માટે શેમ્પેન ટાવર હતો અને કોલ્ડપ્લેના ગીત અ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સની ધૂન પર આતશબાજી પણ કરવામાં આવી હતી. લોરેને કહ્યું કે, 'મારા પિતાએ સ્પીચમાં કહ્યું કે તે સૌથી સારી દીકરી છે. તે લગ્નની શ્રેષ્ઠ ક્ષણ હતી.'
આ પણ વાંચો: કાકીએ ભત્રીજા સાથે મંદિરમાં કર્યા લગ્ન, પૂર્વ પતિએ કહ્યું 'પત્ની ખુશ છે તો રોકીશ નહીં'
તમને જણાવી દઈએ કે, લોરેને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ગયા વર્ષે ટોબિયાસ સાથે સગાઈ કરી હતી. ટોબિયાસ લંડનમાં એક વીડિયો ક્રિએટર અને દિગ્દર્શક છે.








