કાકીએ ભત્રીજા સાથે મંદિરમાં કર્યા લગ્ન, પૂર્વ પતિએ કહ્યું 'પત્ની ખુશ છે તો રોકીશ નહીં'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| File Photo |
Bihar Unique Love Story: પ્રેમ ભલભલાને પાગલ બનાવી દે છે. શુક્રવારે (20 જૂન) મોડી સાંજે બિહારના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના શિખરિયા ગામમાં આવી જ એક આશ્ચર્યજનક ઘટના બની. આ ગામના વિશાલ દુબેની પત્ની આયુષી કુમારીએ ગામના ભત્રીજા સાથે જ લગ્ન કરી લીધા એ પણ તેના પહેલાં પતિની હાજરીમાં.
કાકીએ ભત્રીજા સાથે કર્યા લગ્ન
મળતી માહિતી મુજબ, આયુષીના લગ્ન વર્ષ 2021માં વિશાલ દુબે સાથે થયા હતા અને ત્યારબાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, છેલ્લાં બે વર્ષથી તે પોતાના ભત્રીજા સચિન સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને મોબાઈલ પર પણ વાત કરતા હતા. પરંતુ બંનેમાંથી કોઈના પરિવારના સભ્યોને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.
એકબાજુ છૂટાછેડાની અરજી, બીજીબાજું લગ્ન
આ પ્રેમનો ખુલાસો ત્યારે થયો, જ્યારે સચિન આયુષી સાથે રવિવારે ભાગી ગયો. ત્યારબાદ આયુષીના પતિ વિશાલે સદર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ, આયુષીએ કોર્ટમાં તેના પતિ વિશાલથી છૂટાછેડા માટે અરજી કરી. બાદમાં આયુષીએ શુક્રવારે મોડી સાંજે વિશાલ અને સચિનના પરિવારના સભ્યોની હાજરીમાં ગામના મંદિરમાં પરસ્પર સંમતિથી સચિન સાથે લગ્ન કર્યા.
આ પણ વાંચોઃ ભારત માત્ર ઍસેમ્બલ કરે, ચીન નફો કમાય છે: રાહુલ ગાંધીએ 'મેક ઈન ઈન્ડિયા' પર ઉઠાવ્યો સવાલ
પૂર્વ પતિની હાજરીમાં કર્યા લગ્ન
પટનાના રાજીવ નગરમાં રહેતી આયુષીના પહેલા લગ્ન 2021માં વિશાલ દુબે સાથે થયા હતા અને તેને ત્રણ વર્ષની પુત્રી પણ છે. લગ્નના બે વર્ષ પછી, આયુષીની નિકટતા પાડોશી સચિન દુબે સાથે વધી, જે સંબંધમાં તેનો ભત્રીજો થતો હતો. બંને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા. ધીમે ધીમે આ સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો. ત્યારબાદ 15 જૂને, આયુષી તેના પતિ અને પુત્રીને છોડીને સચિન સાથે ઘરેથી ભાગી ગઈ. સચિન દુબે (આયુષીના બીજા પતિ) એ કહ્યું કે અમે બંને બે વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે અમારા સંબંધને નામ મળ્યું છે. હું આયુષીને જીવનભર ખુશ રાખીશ. તે જ સમયે, પહેલા પતિ વિશાલ દુબેએ કહ્યું કે જો આયુષીની ખુશી આમાં રહેલી છે, તો હું તેને નહીં રોકું, પરંતુ તેના પરના ઉત્પીડનના આરોપો ખોટા છે. તેનાથી વિપરીત, તે મારી માતા અને પુત્રી સાથે ગેરવર્તન કરતી હતી. હવેથી, તેની જવાબદારી સચિનની છે.









