'કપડાં ગુમ અને શરીરનો આકાર પણ બદલી નાખ્યો...', ડીપ ફેકનો શિકાર થતાં જાણીતી એક્ટ્રેસનું છલકાયું દર્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shriya Saran Slams AI Abuse: આજકાલ AIના માધ્યમથી ઘણી બધી અભિનેત્રીઓના ફેક વીડિયો બનાવીને ફેલાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆરના ગીત 'ચુટ્ટામાલ્લે'ની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં AI ડીપફેકનો ઉપયોગ કરીને જ્હાન્વીને બદનામ કરવામાં આવી હતી. આ વાતથી બંને સ્ટાર ખૂબ નારાજ થયા હતા. જોકે જ્હાન્વી એકમાત્ર સ્ટાર નથી, જેને આ વાતનો શિકાર બનવું પડ્યું છે.
AI વીડિયો પર બોલી શ્રિયા સરન
શ્રિયા સરન, જે હાલમાં જ અજય દેવગણ સાથે ફિલ્મ 'દૃશ્યમ 3 ધ કન્ક્લુઝન'માં નજરે પડી છે, તેણે પણ જણાવ્યું કે હું AIના ખોટા ઉપયોગનો શિકાર બની ચૂકી છે. મારી તસવીરો સાથે છેડછાડ કરી મને ઓનલાઈન શેર કરવામાં આવી ચૂકી છે. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે આ મુદ્દે વાત કરી.
શ્રિયાએ કહ્યું કે, 'આ ઘણું અજીબ છે. ઘણી વખત તો મને ખુદને પણ સમજ નથી આવતું કે તસવીરમાં હું છું કે નહીં. AIની મદદથી શરીરના આકારને બદલી નાખવામાં આવે છે. ક્યારેક તમારા કપડાં ગાયબ કરી દેવામાં આવે છે, તો ક્યારેક શરીરના કોઈ હિસ્સાને મોટો દેખાડી દેવામાં આવે છે. તમારે આ બાબતોને વધારે ગંભીરતાથી લેવાના બદલે થોડી નજરઅંદાજ કરવી પડે છે. પરંતુ આ બધાની વચ્ચે, આ પરેશાન કરનારું છે અને બિલકુલ સારી વાત નથી. મને લાગે છે કે દરેક નવી ટેક્નોલોજી સાથે આવું જ થાય છે. સમયની સાથે આપણે કાં તો તેની સાથે જીવતા શીખવું પડશે અથવા તો તેનાથી થતી સમસ્યાઓ સાથે નિપટવાનો રસ્તો શોધવો પડશે.'
500 કરોડ પાર થઈ દૃશ્યમ 3
શ્રિયા સરનની ફિલ્મ 'દૃશ્યમ 3'ની વાત કરીએ તો તેણે 10 દિવસ પછી બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ હજુ પણ શાનદાર કમાણી કરી રહી છે. 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી અજયની ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. તેનું બજેટ લગભગ 100 કરોડની આસપાસ બતાવવામાં આવી રહ્યું છે, અને તેણે વર્લ્ડવાઈડ પોતાના બજેટથી પાંચ ગણી વધારે કમાણી કરી લીધી છે.
હવે શ્રિયા સરન ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સાથે પણ નજરે પડી શકે છે. રિપોર્ટ્સ છે કે તે સાજિદ ખાનની કોમેડી ફિલ્મનો હિસ્સો બની છે, જેમાં અક્ષય, આર. માધવન અને દિશા પટાની છે. હજું તેની ઓફિશિયલ જાહેરાત થવાની બાકી છે.




