For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એનિમલને સર્ટિ.ના વિવાદમાં સેન્સર બોર્ડના સીઈઓનો ભોગ લેવાયો

Updated: Dec 19th, 2023

એનિમલને સર્ટિ.ના વિવાદમાં સેન્સર  બોર્ડના સીઈઓનો ભોગ લેવાયો

- આટલી હિંસા અને ન્યુડિટી પાસ કેમ થયાં

- સાઉથના એક્ટર વિશાલે તાજેતરમાં જ સેન્સરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો

મુંબઇ : અતિશય હિંસા અને ન્યુડિટી ધરાવતી ફિલ્મ 'એનિમલ' સેન્સરમાંથી પાસ કેવી રીતે થઈ ગઈ તે અંગેના વિવાદમા સેન્સર બોર્ડ તરીકે ઓળખાતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સીઈઓ રવિન્દ્ર ભાકરની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું બોલીવૂડ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 

રવિન્દ્ર ભાકરને સ્થાને હવે સ્મિતા વત્સ શર્મા નવા સીઈઓ બન્યાં છે. 

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'એનિમલ'માં પાશવી હિંસા, નગ્નતા, સ્ત્રી શોષણ, બિભત્સ સંવાદો વગેરે ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યાં છે. આથી આ ફિલ્મ ભારે વિવાદમાં આવી છે. સંસદમાં પણ સંસદસભ્યોએ આવી ફિલ્મ સેન્સરમાંથી પાસ કેવી રીતે થઈ ગઈ તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ ફિલ્મને એ  સર્ટિફિકેટ અપાયુ ંહતું. પરંતુ તેમાં વાંધાજનક દૃશ્યો કે સંવાદો કાપવામાં આવ્યાં ન હતાં. આ વિવાદમાં હવે સીઈઓનો ભોગ લેવાયાનું કહેવાય છે. 

Gujarat