ફાધર્સ ડે પર સેલેબ્સની સ્પેશિયલ પોસ્ટ, સારાએ સૈફ અલી ખાન સાથે તસવીર શેર કરી


- સારા ઉપરાંત કરીના કપૂર ખાન, શ્વેતા બચ્ચન નંદા, અજય દેવગન, સંજય દત્ત, માધુરી દીક્ષિત સહિત અન્ય સેલિબ્રિટિસે પણ ફાધર્સ ડે પર ખાસ પોસ્ટ કરી છે

મુંબઈ, તા. 19 જૂન 2022, રવિવાર

ફાધર્સ ડે 2022 સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાના પિતા માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરી રહ્યા છે. એક્ટ્રેસ સારા અલી ખાને પણ ફાધર્સ જે પર પિતા સૈફ અલી ખાન અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે શાનદાર ફોટો શેર કર્યો છે. ત્રણેયની આ તસવીર તેમના ફેમિલી લન્ચ ડેટ આઉટિંગની છે. 

સારાએ પોતાના પિતાને ફાધર્સ ડે વિશ કરતા લખ્યું કે, હેપ્પી ફાધર્સ ડે અબ્બા જાન. ભાઈ અને પિતા સાથે સારાની આ તસવીર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરને કલાકની અંદર જ લાખો લાઈક્સ મળી ચૂકી છે. સારાની આ તસવીર પહેલા તેની લંચ આઉટિંગની બીજી તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. સૈફે પોતાના બંને બાળકો સાથે યાદગાર ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યો છે.

સારા ઉપરાંત કરીના કપૂર ખાન, શ્વેતા બચ્ચન નંદા, અજય દેવગન, સંજય દત્ત, માધુરી દીક્ષિત સહિત અન્ય સેલિબ્રિટિસે પણ ફાધર્સ ડે પર ખાસ પોસ્ટ કરી છે. કરીના કપૂરે પોતાના પિતા રણધીર કપૂર સાથે ફોટો શેર કરી તેમને વિશ કર્યું છે. 


સંજય દત્તની પોસ્ટ

સંજય દત્તે પોતાના પિતા સુનિલ દત્ત અને પોતાના ત્રણેય બાળકો સાથે ફોટો શેર કરી આજના દિવસને યાદગાર બનાવ્યો છે. તેમણે પોસ્ટ સાથે લખ્યું- આઈ લવ યુ ડેડ, દરેક નાની નાની વસ્તુઓ જે તમે મારા માટે કરી તેના માટે આભાર. તમે હંમેશા મારી શક્તિ, ગૌરવ અને પ્રેરણાના સૌથી મોટા સ્ત્રોત રહેશો. હું તમારા જેવા બેસ્ટ રોલ મોડલનો પુત્ર હોવા પર પોતાને ખુશનસીબ સમજું છું. હું ઈચ્છું છું કે, હું પણ તમારા જેવો જ પેરેન્ટ્સ બનું. #HappyFathersDay મને અને બધા ફાધર્સને. 

ફાધર્સ ડે પર સોશિયલ મીડિયા પર આવી જ સ્પેશિયલ પોસ્ટ ભરી છે. લોકો પોતાના પિતા સાથે યાદગાર ક્ષણોને યાદ કરીને બધા સાથે શેર કરી રહ્યા છે. 

City News

Sports

RECENT NEWS