For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલની એક્ટિંગના લોકો થયા દિવાના, ભારે ડિમાન્ડ બાદ રિલીઝ થયુ એન્ટ્રી સોન્ગ

Updated: Dec 13th, 2023

VIDEO: ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલની એક્ટિંગના લોકો થયા દિવાના, ભારે ડિમાન્ડ બાદ રિલીઝ થયુ એન્ટ્રી સોન્ગ

Image Source: Twitter

મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2023 બુધવાર

ફિલ્મ 'એનિમલ'થી બોબી દેઓલે પોતાની ખૂંખાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે પરંતુ ફિલ્મમાં બતાવવામાં આવેલી તેમની એન્ટ્રી પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં અબરાર બનેલા બોબી દેઓલ જોરદાર ડાન્સ મૂવ્સ કરતા 'જમાલ કુડૂ' ગીત પર એન્ટ્રી લે છે. જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. દરમિયાન ચાહકોની ભારે ડિમાન્ડ પર હવે મેકર્સે આ ગીતને રિલીઝ પણ કરી દીધુ છે.

બોબી દેઓલનું એન્ટ્રી સોન્ગ જમાલ કુડૂ થયુ રિલીઝ

બોબી દેઓલનું એન્ટ્રી સોન્ગ જમાલ કુડૂ એક ઈરાની ઓરિજિન સોન્ગ છે. આ ગીત પર પોતાની એન્ટ્રીને બોબી દેઓલે પોતે જ કોરિયોગ્રાફ કરી છે. એક્ટરની આ જોરદાર એન્ટ્રીના હવે લોકો દિવાના થઈ ચૂક્યા છે.

ચાહકોમાં ગીતને લઈને આવી દીવાનગી જોતા હવે મેકર્સે આને પૂરુ રિલીઝ કરી દીધુ છે. યુટ્યૂબ પર આ ગીત રિલીઝ થતા જ ધૂમ મચાવવા લાગ્યુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગીતને માત્ર એક કલાકમાં એક મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ આની પર કમેન્ટ કરીને બોબીના વખાણ કરી રહ્યા છે.

બોબી દેઓલનું આ એન્ટ્રી સોન્ગ સંગીતકાર હર્ષવર્ધન રામેશ્વરે તૈયાર કર્યું છે. ગીતના વીડિયો પર હવે ચાહકો અલગ-અલગ રિએક્શન દેતા બોબી પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે અમે તો રીલ બનાવી ચૂક્યા છે, કેમ કે અમારા લોર્ડ બોબીનું ગીત છે. બીજાએ લખ્યુ- વાઈબ અસલી છે. ત્રીજાએ લખ્યુ- આ એન્ટ્રી સોન્ગ હંમેશા યાદ રહેશે. 

ઉલ્લેખનીય છેકે ફિલ્મ એનિમલમાં બોબી દેઓલે એક ગૂંગા વ્યક્તિનું પાત્ર નિભાવ્યુ છે. ફિલ્મમાં તેમના સિવાય રણબીર કપૂર પણ ખૂબ ખૂંખાર રોલમાં નજર આવી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં રશ્મિકા મંદાનાની એક્ટિંગને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.


Gujarat