For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કડકડતી ઠંડીમાં શર્ટલેસ થઈને બોબી દેઓલ અને રણબીરે કર્યું શૂટિંગ, 'એનિમલ' એક્ટરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Updated: Dec 19th, 2023

કડકડતી ઠંડીમાં શર્ટલેસ થઈને બોબી દેઓલ અને રણબીરે કર્યું શૂટિંગ, 'એનિમલ' એક્ટરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Image Source: Twitter

મુંબઈ, તા. 19 ડિસેમ્બર 2023 મંગળવાર

રણબીર કપૂર સ્ટારર એનિમલ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયે હવે 19 દિવસ થઈ ચૂક્યા છે અને આ 19 દિવસોમાં ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી દીધા છે. એનિમલને લઈને શરૂઆતથી દર્શકોમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના અમુક સીનથી લઈને બોબી દેઓલના એન્ટ્રી સોંગ સુધીનો ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એનિમલમાં રણબીરના કો-સ્ટારે ફિલ્મમાં રણબીર અને બોબી દેઓલના શર્ટલેસ સીનને લઈને વાત કરી છે.

એનિમલના ક્લાઈમેક્સ સીક્વેન્સમાં રણબીર કપૂર અને બોબી દેઓલને શર્ટલેસ થઈને એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. ફિલ્મમાં રણબીરના પિતરાઈ ભાઈના રોલમાં જોવા મળતા એક્ટર કમલજીતે આ સીનને લઈને વાત કરી છે. કમલજીત રાણાએ ખુલાસો કર્યો કે રણબીર અને બોબીએ લંડનની કડકડતી ઠંડીમાં ત્યાં સીન શૂટ કર્યા હતા. તેમણે જણાવ્યુ કે આ દરમિયાન તેમને ઘણી વખત સિગારેટ પીવી પડી. 

પાંચ દિવસ સુધી શૂટિંગ કર્યું

કમલજીતે કહ્યુ, લંડનમાં ખૂબ ઝડપી પવન અને ઠંડી હતી પરંતુ અમે ક્યારેય બોબી કે રણબીરને એ કહેતા નહોતા સાંભળ્યા કે ખૂબ ઠંડી છે. હવામાન બદલાવાની રાહ જોઈએ. જ્યારે પણ ડાયરેક્ટરે પૂછ્યુ કે તેઓ તૈયાર છે તો તેઓ તૈયાર હતા. આ સીનને પાંચ દિવસ સુધી શૂટ કરવામાં આવ્યો હતો અને તેમણે જે ગાઢ સમર્પણ બતાવ્યુ તેને સલામ છે.

અમે થથરી રહ્યા હતા અને તેઓ...

કમલજીતે કહ્યુ, આ સરળ નહોતુ. આ સામસામેની લડાઈ હતી. અમુક સમયે તો તેમને સૂઈ પણ જવુ પડ્યુ અને કોઈ ચટાઈ પણ નહોતી. એનિમલના એક્ટર ગગનદીપ સિંહે જણાવ્યુ કે ગરમ સૂટ પહેર્યા બાદ પણ અમે તે ઠંડીમાં ઊભા રહી શકતા નહોતા. અમે થથરી રહ્યા હતા અને તેઓ શર્ટલેસ હતા. 

Gujarat