ઈલિયાના ડિક્રૂઝ બીજી વખત બની માતા, દીકરાની પ્રથમ તસવીર સાથે નામ કર્યું જાહેર
Ileana DCruz welcomes second child: બોલિવૂડની અભિનેત્રી ઈલિયાના ડી ક્રૂઝે ઘણા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી છે. ઈલિયાના તેના કામથી વધારે તો તેની પર્સનલ લાઈફ માટે હંમેશાં ચર્ચા રહે છે. જોકે, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ગુડ ન્યૂઝ શેર કર્યા છે. અભિનેત્રી બીજી વાર 'મા' બની છે. ઇલિયાનાએ બીજા બાળકને જન્મ આપ્યો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના બાળકની પહેલી ઝલક પણ બતાવી હતી.
ઇલિયાનાએ દિકરાની પહેલી ઝલક બતાવી
ઇલિયાના બીજા દીકરાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરતાં કૅપ્શનમાં લખ્યું, “અમારું હૃદય ખૂબ ભરાયેલું છે.” સાથે નવજાત બાળકની તસવીર પર તેનું નામ પણ લખાયેલું છે. ઇલિયાનાએ પોતાના દીકરાનું નામ Keanu Rafe Dolan રાખ્યું છે. તેનો જન્મ 19 જૂન 2025ના રોજ થયો હતો. ઇલિયાનાના પોસ્ટ પર પ્રિયંકા ચોપડા, અથિયા શેટ્ટી અને અન્ય સેલેબ્સે પણ કોમેન્ટ કરીને તેને શુભેચ્છા આપી હતી.
ઇલિયાનાએ બીજી પ્રેગ્નન્સીનો કર્યો ખુલાસો
ઇલિયાનાએ ઓક્ટોબર 2024માં તેની બીજી પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી. કેટલાંક મહિના પછી, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક આસ્ક મી એનીથિંગ સેશન હોસ્ટ કર્યું હતું. તે દરમિયાન તેણે પેરેન્ટિંગ વેલ્યૂ વિશે જણાવ્યું હતું કે “લોકો અને ખાસ કરીને બાળકોને એ શીખવવું જોઈએ કે ક્રૂર, દુષ્ટ, નિર્દયી કે સ્વાર્થી બનવું એ પ્રેમ કરવા જેવો ગુણ નથી… પ્રેમને સન્માનથી અને રાજી ખુશીથી પ્રાપ્ત કરવો પડે છે.”