Entertainment

બર્થડે સ્પેશિયલ: ટોમ ક્રૂઝ જેવુ ઘર, ગાડીઓનો કાફલો... અબજોમાં છે સુપરસ્ટાર વિજયની નેટવર્થ

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
સાઉથના સુપર સ્ટાર વિજય થલાપતિ આજે એટલે કે 22 જૂનના રોજ તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક્ટરનું સાચુ નામ જોસફ વિજય ચંદ્રકાન્ત છે. એક્ટરનો જન્મ 1974માં મદ્રાસમાં થયો હતો. વિજયએ 1984માં બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી અને 1992માં નાલાઈલા થીરપુ ફિલ્મમાં લીડ એક્ટરના રોલમાં જોવા મળ્યો હતો. વિજય સંપત્તિના મામલે પણ કોઈના ઓછા નથી. એક્ટર પાસે આલિશાન બંગલો તેમજ લકઝરી કારો પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બર્થડે સ્પેશિયલ: ટોમ ક્રૂઝ જેવુ ઘર, ગાડીઓનો કાફલો... અબજોમાં છે સુપરસ્ટાર વિજયની નેટવર્થ

Thalapathy Vijay Biryhday : સાઉથના સુપર સ્ટાર વિજય થલાપતિ આજે એટલે કે 22 જૂનના રોજ તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક્ટરનું સાચુ નામ જોસફ વિજય ચંદ્રકાન્ત છે. એક્ટરનો જન્મ 1974માં મદ્રાસમાં થયો હતો. વિજયએ 1984માં બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી અને 1992માં નાલાઈલા થીરપુ ફિલ્મમાં લીડ એક્ટરના રોલમાં જોવા મળ્યો હતો. વિજય સંપત્તિના મામલે પણ કોઈના ઓછા નથી. એક્ટર પાસે આલિશાન બંગલો તેમજ લકઝરી કારો પણ છે. 

આ પણ વાંચો: 59 વર્ષના સલમાન ખાનનું દર્દ છલકાયું, આ બીમારીઓથી પીડાઈ રહ્યો છે 'ભાઈજાન'

દંપતિ અંગત લાઈફને ખાનગી રાખવાનું પસંદ કરે છે

થલાપતિ વિજય અને તેની પત્ની સંગીતા સોરનાલિંગમની લવ સ્ટોરી વિશે ઘણા ઓછા લોકો જાણે છે. વિજય અને સંગીતા બંનેએ પોતાની અંગત લાઈફને ક્યારેય જાહેર કરી નથી. 

કેવી રીતે થયો પ્રેમ

થલાપતિ વિજયની પહેલી હિટ ફિલ્મ પૂવે ઉનક્કાગાએ તેમને માત્ર મોટી ઓળખ આપી એટલું જ નહીં પણ તેમની પત્નીને મળવાની પણ એક તક પણ આપી. પૂવે ઉનક્કાગાની સફળતા પછી વિજય ચેન્નઈ ફિલ્મ સિટીમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ  શૂટિંગ દરમિયાન તેમના એક ચાહક તેમની પાસે આવ્યા અને પૂવે ઉનક્કાગામાં તેમની એક્ટિંગની પ્રશંસા કરી.


માતાપિતા સાથે કરાવી મુલાકાત

આ ચાહક બીજું કોઈ નહીં પણ શ્રીલંકાના જાણીતા તમિલ ઉદ્યોગપતિની પુત્રી સંગીતા સોર્નાલિંગમ હતી. મુલાકાત પછી એક્ટર્સે તેના માતા-પિતા સાથે વાતચીત અને ભોજન માટે તેમના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. સંગીતા સોર્નાલિંગમે વિજયના ઘરે આવવાના આમંત્રણને સ્વીકારવામાં કોઈ સમય નહોતો બગાડ્યો.

કેવી રીતે થયા આ બંનેના લગ્ન 

વિજય અને સંગીતા સોર્નાલિંગમે 25 ઓગસ્ટ 1999 ના રોજ લગ્ન કર્યા. વિજય ખ્રિસ્તી છે, જ્યારે સંગીતા હિન્દુ છે. આ દંપતીએ હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારબાદ ચેન્નઈમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. વિજય અને સંગીતાના લગ્ન હજુ પણ ભારતીય સિનેમાના સૌથી યાદગાર લગ્નોમાંના એક માનવામાં આવે છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહા સાથે વિચિત્ર ઘટના, ઘરમાં ભૂતનો કર્યો અહેસાસ! શેર કર્યો ડરામણો અનુભવ

બે બાળકોના પિતા છે વિજય 

વિજય અને સંગીતા સોર્નાલિંગમને ત્યાં પહેલા બાળકનો જન્મ 26 ઓગસ્ટ 2000 ના રોજ થયો હતો. આ દંપતીએ તેનું નામ જેસન સંજય વિજય રાખ્યું. થોડા વર્ષો પછી બંનેને ત્યાં એક સુંદર પુત્રીનો જન્મ થયો, જેનું નામ દિવ્યા સાશા રાખવામાં આવ્યું હતું.

આટલી છે અભિનેતાની સંપત્તિ 

રિપોર્ટ પ્રમાણે વિજયની કુલ સંપત્તિ 500-600 કરોડ રૂપિયા છે. થલાપતિ વિજયની કાર વિશે વાત કરીએ તો, અભિનેતા પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ, ઓડી A8, BMW સિરીઝ 5, મિની કૂપર અને BMW X6 જેવી મોંઘી કાર છે. માહિતી પ્રમાણે વિજય લગ્ઝરી કારોનો શોખિન છે.