For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકટ્રેસ હિના ખાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં એડમીટ,ફોટો શેર કરીને ફેન્સને આપી હેલ્થ અપડેટ

Updated: Dec 28th, 2023

એકટ્રેસ હિના ખાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં એડમીટ,ફોટો શેર કરીને ફેન્સને આપી હેલ્થ અપડેટ

નવી મુંબઇ,તા. 28 ડિસેમ્બર 2023, ગુરુવાર 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અને બિગ બોસમાં નામના મેળવનાર હિના ખાનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. એકટ્રેસ તાવના કારણે હોસ્પિટલમાં એડમીટ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલથી રાતોરાત પ્રખ્યાત થનાર હિના ખાન લાંબા સમય સુધી આ શોનો ભાગ હતી. આ શો પછી હિના બિગ બોસમાં જોવા મળી હતી. જોકે, હાલ એકટ્રેસ તાવને કારણે હોસ્પિટલમાં એડમીટ છે જેની માહિતી ખુદ એકટ્રેસે એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આપી છે. 

ઇન્સ્ટા સ્ટોરી શેર 

Article Content Image

હિનાએ જણાવ્યું કે, તેને ખૂબ તાવ હતો, જેના કારણે તેને દાખલ કરવી પડી હતી. આ સાથે ફેન્સને હેલ્થ અપડેટ આપતા હિનાએ કહ્યું કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

હિનાએ ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં હિના હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. 

બીજા ફોટોમાં હિનાએ થર્મોમીટરનો ફોટો શેર કર્યો છે, જેમાં તેના શરીરનું તાપમાન 102 દેખાઇ રહ્યું છે. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું- મને ખૂબ તાવ છે અને મારી છેલ્લી ચાર રાત ખૂબ જ ખરાબ હતી. આ તાવ ઓછો થતો નથી. સતત 102-103 પર રહે છે. હવે કોઈ એનર્જી બચી નથી. હિનાએ એમ પણ લખ્યું- જે લોકો મારા વિશે ચિંતિત છે, તેમને જણાવી દો કે હું જલદી જ કમ બેક કરીશ.

એકટ્રેસના વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલી આ એકટ્રેસ હવે ફિલ્મોઅને OTT પર ફોકસ કરી રહી છે.

Gujarat