Entertainment

સેન્સર બોર્ડના નિયમોમાં 35 વર્ષ પછી મોટો બદલાવ, હવે ફિલ્મોમાં આવા સીન્સ બતાવતા સમયે વોર્નિંગ આપવી ફરજિયાત

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે 35 વર્ષ બાદ નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. હવે ડ્રગ્સ સંબંધિત સીન્સ દર્શાવતી ફિલ્મોમાં "ગેરકાયદેસર નશાકારક પદાર્થો સ્વાસ્થ્યને બરબાદ કરે છે અને જેલની સજા અપાવે છે. ડ્રગ્સને ના કહો" તેવી ચેતવણી આપવી ફરજિયાત બનશે. આ ઉપરાંત, UA 7+, UA 13+ અને UA 16+ જેવા નવા એજ માર્કર્સ પણ ઉમેરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સર બોર્ડના નિયમોમાં 35 વર્ષ પછી મોટો બદલાવ, હવે ફિલ્મોમાં આવા સીન્સ બતાવતા સમયે વોર્નિંગ આપવી ફરજિયાત

CBFC Has Issued New Guidelines For Film Certification: માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડના સભ્યોમાં ફેરફાર કર્યા બાદ હવે 35 બાદ નવી ગાઇડલાઈન્સ પણ જારી કરી દીધી છે.

વર્ષ 1991માં સેન્સર બોર્ડની ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી હતી. હવે સરકારે નવી ગાઈડલાઇન્સ જારી કરી છે, જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આમાંથી એક ફેરફાર ચેતવણી સાથે ડ્રગ્સ સંબંધિત સીન્સ દેખાડવાનો છે.

સેન્સર બોર્ડની નવી ગાઈડલાઈન્સ જારી

સેન્સર બોર્ડની ગાઈડલાઈન્સમાં મોટાભાગના જૂના જ નિયમો છે, પરંતુ તેમાં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે. આ નવો નિયમ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થો (સબસ્ટેન્સ) સાથે જોડાયેલો છે.

ડ્રગ્સ સીન્સને લઈને નવા નિયમ

હવે જે પણ ફિલ્મોમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થોના સેવન અને તસ્કરી સંબંધિત કોઈ કન્ટેન્ટ દેખાડવામાં આવશે તો તેની સાથે એક એવી ચેતવણી આપવામાં આવશે કે 'ગેરકાયદેસર નશાકારક પદાર્થો સ્વાસ્થ્યને બરબાદ કરે છે અને જેલની સજા અપાવે છે. ડ્રગ્સને ના કહો'. આ એક જરૂરી ચેતવણી હશે.

35 વર્ષ પહેલાં ડ્રગ્સને લઈને હતો આ નિયમ

બીજી તરફ 35 વર્ષ પહેલાં એટલે કે 1991માં નિયમ હતો કે ફિલ્મોમાં ડ્રગ એડિક્શનને ગ્લોરિફાઈ કે જસ્ટિફાઈ કરતા સીન્સ નહીં દેખાડવામાં આવશે.

એજ માર્કર્સમાં પણ ફેરફાર

સેન્સર બોર્ડની નવી ગાઈડલાઈન્સમાં એજ માર્કરમાં બીજા ત્રણ સામેલ આવ્યા છે. આ નવા એજ માર્કર્સ UA 7+, UA 13+ અને UA 16+ છે. આ અંતર્ગત દર્શાવેલી ઉંમરથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાની દેખરેખની સલાહ આપવામાં આવી છે.

CBFCના ચેરપર્સન શશી શેખર વેમ્પતિએ X હેન્ડલ પર એજ માર્કર્સને લઈને લખ્યું છે કે, 'ફિલ્મ નિર્માતાઓએ પ્રમોશનલ મટીરિયલ્સમાં આ માર્કર્સને સ્પષ્ટપણે દેખાડવા જોઈએ, જેથી બાળકોને ફિલ્મ બતાવતા પહેલાં દર્શકો આને સારી રીતે સમજી શકે.'

જૂના નિયમો પણ યથાવત

બીજી તરફ સેન્સર બોર્ડની ગાઈડલાઈન્સમાં હિંસા, અશ્લીલતા, જાતીય હિંસા, કોમ્યુનલ કન્ટેન્ટ, નેશનલ સિક્યુરિટી, પબ્લિક ઓર્ડર અને સર્ટિફિકેશન માટેના અન્ય આધારો સાથે જોડાયેલી વર્તમાન જોગવાઈઓને યથાવત રાખવામાં આવી છે.

સેન્સર બોર્ડમાં સામેલ નવું બોર્ડ

તાજેતરમાં જ સરકારે સેન્સર બોર્ડના નવા સભ્યોની જાહેરાત કરી જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ સામેલ છે. 18 સભ્યોના બોર્ડમાં કોણ-કોણ સામેલ છે, જુઓ લિસ્ટ…

નંબર
નામ
1
મનોજ જોશી
2
સુનિલ શેટ્ટી
3
પ્રીટિ ઝિન્ટા
4
પંકજ ત્રિપાઠી
5
પ્રોસેનજીત ચેતર્જી
6
પ્રિયદર્શન
7
સંગીતકાર રિકી કેઝ
8
વિનોદ અનુપમ
9
અભિષેક જૈન
10
હંસરાજ હંસ
11
સુપ્રિયા યારલાગડ્ડા
12
યતીન્દ્ર મિશ્રા
13
રુપાલી ગાંગુલી
14
નીલા માધબ પાંડા
15
પલ્લવી જોશી
16
નિશિગંધા વાડ
17
વામનકેન્દ્રે
18
રમેશ પાટંગે