For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાગ્યશ્રીએ થાઈલેન્ડથી શેર કરી તસવીર, ચાહકો હેરાન રહી ગયા

Updated: Jun 20th, 2022

Article Content Image

- ભાગ્યશ્રી માત્ર ફિલ્મ માટે જ નહીં પરંતુ તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

નવી દિલ્હી, તા. 20 જૂન 2022, સોમવાર

ભાગ્યશ્રીએ 1989માં 'મેને પ્યાર કિયા' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સલમાન ખાન તેમના હિરો હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી અને આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. જોકે, આ ફિલ્મ પછી ભાગ્યશ્રી સિનેમાથી દૂર થઈ ગઈ હતી પરંતુ તેના ચાહકો તેની માસૂમિયત અને ચહેરો ક્યારેય ભૂલી શક્યા નથી. ભાગ્યશ્રી માત્ર ફિલ્મ માટે જ નહીં પરંતુ તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. ફેન્સ હવે તેમની લેટેસ્ટ વેકેશન ફોટોના વખાણ કરતા થાકતા નથી. ચાહકો અહીં સુધી કહી રહ્યા છે કે, તે 53 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષની દેખાય રહી છે. 


ભાગ્યશ્રીએ આ વેકેશન ફોટોને શેર કરતા લખ્યું કે, સચનું અભયારણ્ય, ટીકવુડથી બનેલું શાનદાર સ્ટ્રક્ચર તેના પર ખૂબ જ અદભૂત કામ થયું છે અને બધા દેવતાઓનું મંદિર. તેઓ જિદંગીના સાત સચોની શોધ કરે છે. આ એક એવો અનુભવ છે જેને જો તમે ક્યારેય પણ મિસ ના કરશો. ટૂંક સમયમાં વીડિયો પણ પોસ્ટ કરીશ. તેમના આ ફોટોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું કે, સો બ્યૂટીફુલ. ફિટનેસ ક્લીન ભાગ્યશ્રી દીદી. એક યૂઝરે લખ્યું કે, તમે 50ની ઉંમરમાં પણ 20ની ઉંમરના દેખાય રહ્યા છો.

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ મૈંને પ્યાર કિયાથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. તેણે પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ તે 'ત્યાગી', 'જન્મ-જન્મ કા સાથ', 'દેવા' જેવી અનેક ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. 

Gujarat