'કેટલાક આર્ટિસ્ટ પોતાનું જમીર વેચી ચૂક્યા છે', બી પ્રાકે દિલજીત પર કરી ટિપ્પણી, હાનિયાના કાસ્ટિંગથી નારાજ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diljit Dosanjh : પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંગ વિવાદોથી ઘેરાયેલા છે. તેમની ફિલ્મ સરદાર જી 3 માં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિરની કાસ્ટિંગ જોઈ લોકો ગુસ્સે ભરાયા છે. આ પહેલા એવું માનવામાં આવતું હતું કે, હાનિયાને ભારત- પાકિસ્તાન તણાવ બાદ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી છે. પરંતુ એવુ નથી. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું, જેમાં હાનિયા લીડ રોલમાં જોવા મળે છે.
દિલજીતની ભારતીય નાગરિકતા રદ્દ કરવાની માંગ
એટલુ જ નહીં ફિલ્મને ઓવરસીઝમાં રિલીઝ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જો કે, વિરોધના કારણે મેકર્સે કહ્યું કે, ફિલ્મને ભારતમાં રિલીઝ નહીં કરવામાં આવે. પાકિસ્તાન એક્ટ્રસ હાનિયા સાથે કામ કરવા માટે દિલજીતને ટ્રોલ કરવામાં આવી રહી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઈઝ (FWICE) એ દિલજીતની ભારતીય નાગરિકતા રદ્દ કરવાની માંગ કરી છે.
કેટલાક યૂઝરે દિલજીતને દેશદ્રોહી કહ્યો
કેટલાક યૂઝર્સે સિંગર પર નિશાન તાક્યું છે. 'સરદાર જી 3' ના મેકર્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો કેટલાકે દિલજીતને દેશદ્રોહી કહ્યો. આ દરમિયાન સિંગર બી પ્રાકની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પરંતુ તેની પોસ્ટમાં દિલજીતનું નામ તો નથી લીધુ, પરંતુ સ્પષ્ટ થાય છે કે, તેમનું નિશાન કોની તરફ છે.
આ પણ વાંચો: છૂટાછેડા પછી અભિનેત્રીએ ખુદ તેના પૂર્વ પતિના કરાવ્યા લગ્ન, કહ્યું તેના 2 બાળકો છે...
કેટલાક આર્ટિસ્ટ પોતાનું જમીર વેચી ચૂક્યા છે
સિંગરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું છે, કે કેટલાક આર્ટિસ્ટ પોતાનું જમીર વેચી ચૂક્યા છે. ચાહકોનું માનવું છે કે, બી પ્રાકે દિલજીત પર કટાક્ષ કર્યો છે.
નોંધનીય છે કે, ફિલ્મ સરદાર જી 3 આ મહિનાની 27 તારીખે ઓવરસીનના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. જેમાં દિલજીત, હાનિયા સિવાય નીરુ બાજવા પણ જોવા મળે છે. આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા પંજાબી સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તેની જોડી દિલજીત સાથે બનાવી છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ગજબની છે.









