અશ્લીલ શોના વિવાદ વચ્ચે એઝાઝ ખાનની મુશ્કેલી વધી, મુંબઈની યુવતીએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો

Azaz Khan Controversy: ટીવી અને ફિલ્મ અભિનેતા એઝાઝ ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, એઝાઝ ખાને ફિલ્મોમાં કામ આપવાના બહાને ઘણી વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાએ એઝાઝ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા
30 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'એઝાઝ ખાને મને ફિલ્મોમાં ભૂમિકા અપાવવાનું વચન આપ્યું હતું અને આ બહાને ઘણી જગ્યાએ મારા પર દુષ્કર્મ આચર્યું હતું. એઝાઝે મારો વિશ્વાસ જીત્યો અને મારૂ શોષણ કર્યું હતું.'
મહિલાની ફરિયાદના આધારે ચારકોપ પોલીસે એઝાઝ ખાન સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે અને એઝાઝને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: સચિન તેંડુલકરની દિકરી સારા શુભમન ગિલ સાથે 'બ્રેક અપ' બાદ આ એક્ટરના પ્રેમમાં પડી!
એઝાઝ ખાન વિવાદોમાં રહે છે
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે એઝાઝ ખાન કાનૂની મુશ્કેલીઓમાં ફસાયો હોય. આ પહેલા તેઓ 'હાઉસ અરેસ્ટ' નામના વેબ શોને લઈને વિવાદમાં આવ્યો હતો. આ શો ઉલ્લુ એપ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં એઝાઝ પર મહિલા સ્પર્ધકોને અશ્લીલ દ્રશ્યો કરવા અને વાંધાજનક પ્રશ્નો પૂછવા માટે દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ શોના ઘાણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થયા હતા.

