સચિન તેંડુલકરની દિકરી સારા શુભમન ગિલ સાથે 'બ્રેક અપ' બાદ આ એક્ટરના પ્રેમમાં પડી!
Sara Tendulkar News | પોતાની ફિલ્મો કરતાં અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા સાાથે અફેરના કારણે વધુ ચર્ચામાં રહેલો સિદ્ધાંત ચતુર્વેદી હવે ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાય છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી સિદ્ધાંત અને સારા સાથે સાથે દેખાઈ રહ્યાં છે. તે પરથી સેલિબ્રિટી વર્તુળોમાં બંનેનાં અફેરની ચર્ચા થઈ રહી છે.
અગાઉ સિદ્ધાંત અને નવ્યાએ સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન દ્વારા એકથી વધુ વખત તેમના સંબંધોના સંકેત આપ્યા હતા પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં આ વાત ઉચ્ચારી ન હતી. થોડા સમય પહેલાં અહેવાલો હતા કે સિદ્ધાંત અને નવ્યા બ્રેક અપ કરી ચૂક્યાં છે.
બીજી તરફ સારા તેંદુલકર પણ ક્રિકેટર શુભમન ગિલ સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાતું હતું. પરંતુ, તે બંનેનું પણ બ્રેક અપ થઈ ચૂક્યું છે.