Entertainment

આયુષમાન-શર્વરીની ફિલ્મનું નવું ટાઈટલ, યહ પ્રેમ મોલ લિયા

By GS TEAM
9 Nov 20251 min read
આયુષમાન-શર્વરીની ફિલ્મનું નવું ટાઈટલ, યહ પ્રેમ મોલ લિયા

- અગાઉ પ્રેમ કી શાદી ટાઈટલ નક્કી થયું હતું

- મુંબઈમાં એક સપ્તાહ પહેલાં જ શૂટિંગ પણ ચાલુ થઈ ગયુું છે

મુંબઈ: આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની આગામી ફિલ્મનું ટાઈટલ બદલાઈને 'યહ પ્રેમ મોલ લિયા' નક્કી કરાયું છે. અગાઉ આ ફિલ્મને 'પ્રેમ કી શાદી' ટાઈટલ આપવાનું નક્કી થયું હતું. 

આ ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં ગત પહેલી નવેમ્બરથી શરુ થઈ ચૂક્યું છે.  ફિલ્મના અન્ય કલાકારોમાં અનુપમ ખેર, સીમા પાહવા તથા સુપ્રિયા પાઠકનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીના અંત સુધીમાં આટોપી લેવાની યોજના છે. 

ઉલ્લેખનીય છે કે સૂરજ બડજાત્યા આ ફિલ્મ દ્વારા આયુષમાન ખુરાનાને નવી  પેઢીના  પ્રેમ તરીકે રજૂ કરી રહ્યા છે. અગાઉ તેમણે 'મૈને પ્યાર કિયા' તથા  'હમ આપ કે હૈ કૌન' જેવી ફિલ્મો દ્વારા સલમાન ખાનને પ્રેમ તરીકે ઓળખ આપી હતી. 

મૂળ આઇડિયા પ્રમાણે સલમાન ખાન જ સૂરજ બડજાત્યા સાથે નવી ફિલ્મ કરવાનો હતો. પરંતુ, તેના અને સૂરજ બડજાત્યા વચ્ચે સ્ક્રિપ્ટ બાબતે વાંધા પડતાં એ પ્રોજેક્ટ અટકી  પડયો હતો.