બ્રહ્માસ્ત્રમાં રણબીર સાથે પત્ની આલિયા ઉપરાંત એક્સ દીપિકા પણ હશે


- કરણ જોહરની ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો

- પહેલા ભાગમાં તેનો કેમિયો હશે અને બીજા ભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોવાની ચચા

મુંબઇ : કરણ જોહરની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કલાકારોની યાદી લંબાતી જાય છે. પતિ-પત્ની રણબીર અને આલિયા આ ફિલ્મમાં  પહેલીવાર ઓન સ્ક્રીન દેખાવાનાં છે. હવે એક અપડેટ અનુસાર રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પણ આ ફિલ્મની કાસ્ટમાં સામેલ છે. 

ચર્ચા અનુસાર પહેલા ભાગમાં દીપિકા કેમિયો કરવાની છે. જ્યારે બીજા ભાગમાં તેનો મહત્વપૂર્ણ રોલ હશે. પહેલા ભાગમાં શક્ય છે કે અંત ભાગમાં તેની ઝલક અપાશે જેથી બીજા ભાગમાં તેની ભૂમિકા વિશે દર્શકોનું કૂતુહલ જળવાઈ રહે. 

દીપિકા પ્રોડયૂસર કરણ જોહરની ગુડ બુકમાં છે. આ ઉપરાંત ડાયરેક્ટર અયાન મુખરજી સાથે પણ તેને સારી દોસ્તી છે. આથી તે બ્રહ્માસ્ત્રમાં સામેલ થવા માટે રાજી થઈ હોવાનું મનાય છે.  અયાનની યે જવાની હૈ દિવાની ફિલ્મ દીપિકા અને રણબીર બંનેની કારકિર્દીની બહેતરીન ફિલ્મોમાંની એક મનાય છે. 

આ સાથે બ્રહ્માસ્ત્રમાં કલાકારની યાદી લંબાતી જાય છે. રણબીર, આલિયા, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય સહિતના કલાકારોની લાંબી યાદી ફિલ્મમાં જોવા મળી રહી છે. ફિલ્મના સાઉથ વર્ઝનમાં ચિરંજીવી દ્વારા વોઈસ ઓવર આપવામાં આવશે. 

આ ફિલ્મ પાંચ વર્ષથી બની રહી છે. લોકડાઉનના કારણે તેનું શૂટિંગ અને રિલીઝ શિડયૂલ ખોરવાઈ ગયાં હતાં. હવે આગામી સપ્ટેમ્બર માસમાં રિલીઝ થનારી ફિલ્મનું ટ્રેલર આવતીકાલે તા. ૧૫મીએ રિલીઝ થવાનું છે.


City News

Sports

RECENT NEWS