For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિવાદમાં એનિમલ: ફિલ્મ એનિમલથી નારાજ શિખ સંગઠન,ફિલ્મમાંથી આ સીન હટાવવાની કરી માંગણી

Updated: Dec 11th, 2023

વિવાદમાં એનિમલ: ફિલ્મ એનિમલથી નારાજ શિખ સંગઠન,ફિલ્મમાંથી આ સીન હટાવવાની કરી માંગણી

નવી મુંબઇ,તા. 11 ડિસેમ્બર 2023,સોમવાર 

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે.

અગાઉ રણબીરના પાત્રને ટોક્સિક અને મહિલા વિરોધી ગણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે એનિમલ પર શીખ ધર્મનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. શીખ સમુદાયે ફિલ્મના કેટલાક દ્રશ્યોનો વિરોધ કર્યો છે.

વિવાદમાં એનિમલ

તાજેતરના અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ કરનૈલ સિંહ પીર મોહમ્મદે સેન્સર બોર્ડને એક પત્ર લખીને ફિલ્મમાંથી શીખોને લગતા વિવાદાસ્પદ દ્રશ્યને હટાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર એક ગુરસિખ યુવકના મોં પર સિગારેટનો ધુમાડો છોડતો જોવા મળે છે, જ્યારે અન્ય એક સીનમાં તે ગુરસિખ યુવકની દાઢી પર છરી રાખતો જોવા મળે છે. કરનૈલ સિંહનું કહેવું છે કે, સંસ્થાને ફિલ્મ એનિમલના આ દ્રશ્યો અંગે પણ વાંધો છે.

આ સિવાય આ ફિલ્નું એક સોન્ગ અર્જન વૈલી પર પણ વાંધો જતાવ્યો છે. તેમનું કહેવુ છેકે, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી દ્વારા ગાવામાં આવેલા પાંરપરિક ગીતનો ઉપયોગ ફિલ્મમાં મારામારી, ગુંડાગર્દી અને ગેંગવોર માટે વાપરવામાં આવ્યુ છે. સંસ્થાએ આ સીનને ફિલ્મમંથી હટાવવાની માંગણી કરી છે, તેથી લોકો પર આનો ખોટો પ્રભાવ ના પડે. મહત્વનું છેકે,રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 600 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

Gujarat