Entertainment

અનન્યા અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ

By GS TEAM
31 Oct 20251 min read
અનન્યા અને લક્ષ્યની  મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ

- મૂળ પ્લાન પ્રમાણે આ વર્ષે રીલિઝ થવાની હતી

- પ્રચાર પ્રેમી કરણ જોહરે આ ફિલ્મ વિશે ઝાઝી પબ્લિસિટી નહિ કરતાં અટકળો

મુંબઈ : અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણીની મોડી પડેલી ફિલ્મ 'ચાંદ મેરા દિલ'નું શૂટિંગ હવે પૂર્ણ થયાનું કહેવાય છે. ઈન્ટરનેટ પર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાનું સૂચવતી એક ક્લેપ બોર્ડની તસવીર વાયરલ થઈ છે જેના આધારે આ અટકળો થઈ રહી છે. 

ગયાં વર્ષે કરણ જોહરે જાહેર કર્યું હતું તેમ આ ફિલ્મ આ વર્ષમાં જ રીલિઝ થઈ જવાની હતી. જોકે, નવાઈની વાત એ છે કે પોતાની દરેક  ફિલ્મ માટે પ્રચારના મોટા મોટા ઢોલ પીટનારા કરણ જોહરે આ ફિલ્મ વિશે  બાદમાં કોઈ ઝાઝી  વાત કરવાનું ટાળ્યું છે. 

થોડા સમય પહેલાં અનન્યા અને લક્ષ્ય આ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરતાં દેખાયાં  હતાં. તેને બાદ કરતાં ફિલ્મનાં શૂટિંગની વિગતો પણ ખાસ બહાર આવી નથી. 

હવે ફિલ્મની નવી રીલિઝ ડેટ અંગે અટકળો સેવાઈ રહી છે.