એક એક્ટરનાં અનેક હિરોઈનો સાથે, અફેર, અન્ય એક એકટ્રેસ એસ્કોર્ટ છે

- પ્રાઈવેટ ડિટેક્ટિવ તાન્યા પુરીના દાવાઓથી ખળભળાટ
- એક્ટરની પત્નીએ પતિની બેવફાઈ કરતાં ભાવનાત્મક સંબંધોને વધુ મહત્વ આપ્યું, સંતાનોને પણ જાણ હતી
મુંબઇ: બોલીવૂડના એક સિનિયર એક્ટરે બે સંતાનોના પિતા બન્યા પછી પણ પોતાનાથી નાની વયની એકથી વધુ હિરોઈનો સાથે સંબંધ રાખ્યા છે તથા બોલીવૂડની એક જાણીતી એકટ્રેસ એસ્કોર્ટ તરીકે પણ કામ કરે છે તેવા ઘટસ્ફોટ એક પ્રાઈવેટ ડિટેક્ટિવ તાન્યા પુરી દ્વારા કરવામાં આવ્યા છે. આ બાદ લોકો આ એક્ટર કે એકટ્રેસ કોણ હોઈ શકે તે અંગે અટકળો વ્યક્ત કરી રહ્યા છે.
તાન્યાના જણાવ્યા અનુસાર આ સિનિયર એક્ટરે ૨૦૦૦નાં વર્ષની આસપાસ લગ્ન કર્યાં હતાં. તેની પત્ની સુશિક્ષિત છે અને તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેનાં બે સંતાનો પણ છે. આ એક્ટરે એકથી વધુ વાર પોતાનાથી નાની વયની હિરોઈનો સાથે સંબંધ રાખી પત્નીને દગો આપ્યો હતો. જોકે, શારીરિક બેવફાઈ કરતાં ભાવનાત્મક સંબંધોને વધુ મહત્વ આપતી પત્નીએ એક્ટર પતિ સાથે છેડો ફાડયો ન હતો. સંતાનોને પણ પિતાનાં અફેર્સ વિશે બધી જાણ હતી. તેના જણાવ્યા અનુસાર પત્નીએ પોતાના મેનેજર સાથે મારફતે તાન્યાને તેના પતિની જાસૂસી કરવા જણાવ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં આ કપલ પાવર કપલ તરીકે ઓળખાય છે.
તાન્યાએ અન્ય એક એકટ્રેસ અંગે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે તે એક પુરુષ સાથે રિલેશનશિપમાં હોવાનો ફક્ત દેખાડો કરે છે. તેની પબ્લિક પ્રોફાઈલ બહુ સારી છે પરંતુ હાઈફાઈ લાઈફસ્ટાફઈલને પહોંચી વળતા તેણે એસ્કોર્ટ તરીકે કામ કરવાનું શરુ કર્યું છે. તે ઉચ્ચ ધનપતિઓ અને વગદારો સાથે રોકાણ-મુલાકાતો માટે જાય છે. તેના કથિત બોયફ્રેન્ડે જ તાન્યાને આ બાબતે જણાવ્યું હતું. બોયફ્રેન્ડે પૈસા ખાતર એકટ્રેસના આ પાસાંને નજર અંદાજ કર્યું હતું.









