Entertainment

અમિતાભ બચ્ચને અલીબાગમાં 6.6 કરોડ રૂપિયાના ત્રણ પ્લોટ ખરીદ્યા

By GS TEAM
12 Oct 20251 min read
અમિતાભ બચ્ચને અલીબાગમાં 6.6 કરોડ રૂપિયાના ત્રણ પ્લોટ ખરીદ્યા

- 7 ઓકટોબરના રજિસ્ટ્રેશન થયેલા આ ત્રણેય પ્લોટનું કુલ મળીને ક્ષેત્રફળ 9557 વર્ગ ફૂટ

મુંબઇ : અમિતાભ બચ્ચને ૧૧ ઓકટોબરના રોજ પોતાનો ૮૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે પોતાના જન્મદિવસ પહેલા અલીબાગમાં ત્રણ પ્લોટ ખરીદ્યા હતા.જેની કિંમત ૬.૬ કરોડ રૂપિયા થાય છે અને આ ત્રણેય પ્લોટનુંક્ષેત્રફળ ૯૫૫૭  વર્ગફૂટ થાય છે. આ પ્લોટનું રજિસ્ટ્રેશન ૭ ઓકટોબરના કરવામાં આવ્યું હતુ. આ પ્લોટ માટે ૩૯.૫૮ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચુકકવામાં આવી હતી.  આ ત્રણેય પ્લોટમાં સૌથી મોટો પ્લોટ ૯૬ નંબરનો છે જે ૪૦૪૭ વર્ગફૂટનો છે. જેની અંદાજિત કિંમત ૨. ૭૮ કરોડ રૂપિયા છે. 

જ્યારે પ્લોટ નંબર ૯૭ અને ૯૮ ક્રમશઃ ૨૭૭૬ અને ૨૭૩૪ વર્ગ ફૂટ છે જેની કિંત ૧. ૯૨ કરોડ અને ૧.૮૮ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને આ પહેલાં ૨૦૨૪ના એપ્રિલ મહિનામાં અલીબાગમાં ૧૦ કરોડ રૂપિયાનો ૧૦,૦૦૦ સ્કે, ફૂટનો એક પ્લોટ ખરીદ્યો હતો. 

આ ઉપરાંત અલીબાગમાં શાહરૂખ ખાન, કાર્તિક આર્યન,કૃતિ સેનોન, રણવીર સિંહ, દીપિકા પદુકોમ, સુહાના ખાન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા તેમજ અન્યોએ પણ રોકાણ કર્યું છે.