Entertainment

દેશમાં યુદ્ધની સ્થિતિ, પરંતુ મ્યુઝિક જોડવાનું કામ કરે છે... હાનિયા આમિર અંગે દિલજીતની પ્રતિક્રિયા

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે દિલજીત દોસાંઝની રિલીઝ થનારી ફિલ્મ 'સરદાર જી 3'માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે હાનિયાએ 'ઓપરેશન સિંદૂર' પર ભારતની ટીકા પણ કરી હતી, જેના કારણે ભારતમાં તેનો ખૂબ વિરોધ થયો હતો. ગયા રવિવારે 'સરદાર જી 3'નું ટ્રેલર રિલીઝ થયું, જેમાં હાનિયાને જોઈને લોકો ભડકી ઉઠ્યા અને દિલજીતને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા હતા. હવે આ સમગ્ર વિવાદ વચ્ચે દિલજીતે મોકળા મને વાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં યુદ્ધની સ્થિતિ, પરંતુ મ્યુઝિક જોડવાનું કામ કરે છે... હાનિયા આમિર અંગે દિલજીતની પ્રતિક્રિયા

Diljit Dosanjh's Controversy: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે  દિલજીત દોસાંઝની રિલીઝ થનારી ફિલ્મ 'સરદાર જી 3'માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે હાનિયાએ 'ઓપરેશન સિંદૂર' પર ભારતની ટીકા પણ કરી હતી, જેના કારણે ભારતમાં તેનો ખૂબ વિરોધ થયો હતો. ગયા રવિવારે 'સરદાર જી 3'નું ટ્રેલર રિલીઝ થયું, જેમાં હાનિયાને જોઈને લોકો ભડકી ઉઠ્યા અને દિલજીતને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા હતા.  હવે આ સમગ્ર વિવાદ વચ્ચે દિલજીતે મોકળા મને વાત કરી છે. 

દિલજીતે એક યુ-ટ્યુબ ચેનલના પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘બે દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને આ બાબતો પર આપણો કોઈ કંટ્રોલ નથી. પણ મને લાગે છે કે મ્યુઝિક એક એવી વસ્તુ છે જે દેશોને જોડી રાખે છે. હું મારી જાતને સુખી માનું છું કે હું એવા કામનો ભાગ છું જે દેશો વચ્ચે પ્રેમ ફેલાવે છે.’

નોંધનીય છે કે પહલગામ હુમલા પછી આ ફિલ્મનો સતત વિરોધ થતા ફિલ્મના મેકર્સે ભારતમાં તેની રિલીઝને મોકૂફ રાખી છે. હવે આ ફિલ્મ 27 જૂનના રોજ માત્ર ઓવરસીઝ ઓડિયન્સ માટે જ રિલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે દર્શકોએ ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર જ જોયું છે યુ-ટ્યુબ પર નહીં, કારણ કે ભારતમાં આ ફિલ્મને બ્લોક કરવામાં આવી છે. 

આ પણ વાંચો :છૂટાછેડા પછી અભિનેત્રીએ ખુદ તેના પૂર્વ પતિના કરાવ્યા લગ્ન, કહ્યું તેના 2 બાળકો છે...

અગાઉ કેટલાક દિવસો પહેલાં કેટલાક સંગઠનોએ પણ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવાની માંગણી કરી હતી. હાનિયા જ નહીં તેની સાથે નાસિર ચિન્યોતી, ડેનિયલ ખાવર અને સલીમ અલબેલા જેવા પાકિસ્તાની સ્ટાર્સનો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઇમ્પ્લોઈઝ (FWICE)એ દિલજીત અને ફિલ્મના પ્રોડ્યુસર્સ પર ઔપચારિક પ્રતિબંધનો આદેશ પણ જાહેર કર્યો હતો. આ સમગ્ર વિવાદ વચ્ચે 'સરદાર જી 3'ના મેકર્સે નિર્ણય લીધો છે કે તેઓ આ ફિલ્મને ભારતમાં રિલીઝ નહીં કરે.