બે વર્ષના વિરામ બાદ અલકા યાજ્ઞિક સ્ટેજ પર પરત ફરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સુભાષ ઘઇ ૫૦ વર્ષની સંગીતમય સફર રજૂ કરશે
- બે વર્ષથી વાઇરલ ચેપને કારણે આવેલી બહેરાશ બાદ ગાવાનું બંધ કર્યું હતું : હજુ સંપૂર્ણ સ્વસ્થ નહિ
મુંબઇ : હિન્દી ફિલ્મ જગતમાં પોતાની ૫૦ વર્ષની સંગીતમય સફર રજૂ કરવા માટે સુભાષ ઘઇ મુંબઇમાં બીકેસી ખાતે ૧૧ ડિસેમ્બરે એક જલસો યોજી રહ્યા છે. ૭૦ જણાંના ઓર્કેસ્ટ્રા દ્વારા રજૂ થનારા આ સંગીતમય કાર્યક્રમમાં ગાયિકા અલકા યાજ્ઞિાક હાજર રહેશે. વાઇરલ ચેપને કારણે આવેલી બહેરાશ સામે લડી રહેલી ગાયિકા અલકા યાજ્ઞિાક હજી સંપૂર્ણપણે સાજી થઇ નથી. તે જાહેરમાં દેખા દેતી નથી પણ આ કાર્યક્રમનું આમંત્રણ આપવા સુભાષ ઘઇ જાતે અલકા યાજ્ઞિાકના ઘરે ગયા ત્યારે તે તેમને ના પાડી શકી નહોતી. અલકા યાજ્ઞિાકે સુભાષ ઘઇની ફિલ્મો 'ખલનાયક', 'તાલ', 'પરદેશ', 'યાદેં' અને અન્ય ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. અલકા યાજ્ઞિાકનો સ્વર માધુરી દિક્ષિતને બેસતો હોઇ ઘઇની ફિલ્મોમાં તેના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો તેણે ગાયેલાં છે.




