Entertainment

અક્ષય સાઉથના વેંકટેશની હિટ ફિલ્મની રીમેકમાં કામ કરશે

By GS Team
15 Oct 20251 min read
This article was originally published on 15 Oct 2025
અક્ષય સાઉથના વેંકટેશની હિટ ફિલ્મની રીમેકમાં કામ કરશે

- સંક્રાતિકી વસુધમ આ વર્ષની હિટ ફિલ્મ 

- અક્ષય જાતે જ પ્રોડયૂસ કરે તેવી સંભાવના, અન્ય કલાકારો માટે શોધખોળ શરૂ

મુંબઇ : અક્ષય કુમાર સાઉથની વધુ એક રીમેકમાં કામ કરશે. વેંકટેશની આ જાન્યુઆરીમાં જ રીલિઝ થયેલી 'સંક્રાતિકી વસુથમ' પરથી આ ફિલ્મ બનવાની છે. આ એકશન કોમેડી સાઉથમાં હિટ પુરવાર થઈ હતી. આ ફિલ્મ તેલુગુની આ વર્ષના સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. અક્ષય ફિલ્મ જાતે જ પ્રોડયૂસ કરશે તેવી સંભાવના છે.  તેણે ફિલ્મના રીમેકના રાઈટ્સ પણ મેળવી લીધા હોવાનું કહેવાય છે. તે વેક્ટેશ દગ્ગુબાટીવાળી મુખ્ય ભૂમિકા જ ભજવશે. ફિલ્મ માટે અન્ય કલાકારોની શોધખોળ શરુ થઈ છે. અક્ષય હાલના કેટલાક પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મ પર ફોક્સ કરશે. તેલુગુમાં આ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રવિપુડીએ કર્યું હતું. જોકે, અક્ષય પોતાની પસંદગીના કોઈ ડાયરેક્ટરને સિલેક્ટ કરે તેવી સંભાવના વધારે છે.