Entertainment

અક્ષય કુમાર ફિલ્મ હૈવાનમાં નેગેટિવ રોલમાં જોવા મળશે

By GS Team
10 Oct 20251 min read
This article was originally published on 10 Oct 2025
અક્ષય કુમાર ફિલ્મ હૈવાનમાં નેગેટિવ રોલમાં જોવા મળશે

- ફિલ્મનું શૂટિંગ હવે પૂર્ણતાના આરે 

- મોહનલાલની ફિલ્મની રીમેક હોવાથી તેને એક કેમિયો રોલ પણ અપાયો છે

મુંબઇ : અક્ષય કુમાર 'હૈવાન' ફિલ્મમાં નેગેટિવ રોલમાં હોવાનું કહેવાય છે.  તેણે પોતાની લાંબી કારકિર્દીમાં ભાગ્યે જ નેગેટિવ રોલ ભજવ્યા છે. 

 પ્રિયદર્શનની આ ફિલ્મ દ્વારા વર્ષો પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ક્રીન શેર કરવાના છે. આ ફિલ્મ મલયાલમ અભિનેતા મોહનલાલની એક ફિલ્મની રીમેક હોવાથી ઋણ સ્વીકાર તરીકે ફિલ્મમાં મોહનલાલનો પણ એક કેમિયો રાખવામાં આવ્યો છે.  ફિલ્મનું હવે છેલ્લા તબક્કાનું શૂટિંગ શરુ થવાનું છે. આ ફિલ્મ આવતા વરસે  રીલિઝ કરવામાં આવશે.