Entertainment

હેરાફેરી 3 પછી હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મ અટવાઈ, કલાકારો અને સ્ટાફને ફી મળી નથી

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ 'હાઉસફુલ 5'ને લઈને ચર્ચામાં છે. સમાચારો અનુસાર, આ ફિલ્મ દરરોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના રિલીઝને 10 દિવસ પૂરા થઈ ગયા છે અને તેણે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 153.75 કરોડનો બિઝનેસ કર્યો છે. 'હાઉસફુલ 5'ની ધૂમ વચ્ચે અક્ષયની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને નવી માહિતી સામે આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ પણ 'હેરા ફેરી 3'ની જેમ અટકી ગઈ છે અને તેનું નિર્ધારિત સમયે રિલીઝ થવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હેરાફેરી 3 પછી હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મ અટવાઈ, કલાકારો અને સ્ટાફને ફી મળી નથી

Welcome To The Jungle: અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ 'હાઉસફુલ 5'ને લઈને ચર્ચામાં છે. સમાચારો અનુસાર, આ ફિલ્મ દરરોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના રિલીઝને 10 દિવસ પૂરા થઈ ગયા છે અને તેણે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 153.75 કરોડનો બિઝનેસ કર્યો છે. 'હાઉસફુલ 5'ની ધૂમ વચ્ચે અક્ષયની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને નવી માહિતી સામે આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ પણ 'હેરા ફેરી 3'ની જેમ અટકી ગઈ છે અને તેનું નિર્ધારિત સમયે રિલીઝ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. 

'વેલકમ ટુ ધ જંગલ'ની સ્ટારકાસ્ટ છે ઘણી મોટી 

અહેમદ ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે. જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, દિશા પટની સહિત લગભગ 20 સેલેબ્સ જોવા મળશે. મેકર્સે 2023માં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને તેને ક્રિસમસ 2024 પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ હજુ સુધી સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના શેડ્યૂલ છેલ્લી ઘડીએ કેન્સલ થઈ રહ્યા છે, જેના કારણે આ ફિલ્મ નાણાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે.

એક્ટર્સ અને સ્ટાફને ફી ન મળવાની સમસ્યા

અક્ષયની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' અટકી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ કલાકારોની બાકી ફી અને નાણાકીય સમસ્યાઓ છે, જેના કારણે ફિલ્મ પૂરી થઈ રહી નથી. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, 'વેલકમ ટુ ધ જંગલ'નો મોટો ભાગ હજુ સુધી શૂટ થવાનો બાકી છે. ફિલ્મનું છેલ્લે શૂટિંગ ગયા વર્ષે ઓગસ્ટમાં થયું હતું. 

આ પણ વાંચો: હવે રોહિત શેટ્ટી અજય દેવગણ સાથે ગોલમાલ ફાઈવ બનાવશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે 'વેલકમ ટુ ધ જંગલ'માં 80 ટકા પૈસા અક્ષય કુમારના છે જ્યારે બાકીના 20 ટકા ફિરોઝ નડિયાદવાલાએ રોકાણ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 'વેલકમ ટુ ધ જંગલ'ના કોઈપણ કલાકારને અત્યાર સુધી તેમની ફીનો 10% ભાગ પણ મળ્યો નથી. એટલું જ નહીં, સ્ટાફનો પગાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

2-3 શેડ્યૂલ થયા કેન્સલ

મીડિયા રિપોર્ટ અનુસાર, જૂન મહિનાનું એક શેડ્યૂલ હતું જે કેન્સલ થઈ ગયું છે. છેલ્લા 6 મહિનામાં ફિલ્મના 2-3 શેડ્યૂલ કેન્સલ થઈ ચૂક્યા છે. જેના કારણે એક્ટર્સની ટીમ પણ મૂંઝવણમાં છે. એક્ટર્સ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલાને 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ માટે તારીખો આપી રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ લોજિસ્ટિક અને નાણાકીય સમસ્યાઓના કારણે તેને રદ કરવામાં આવ્યું.