હવે રોહિત શેટ્ટી અજય દેવગણ સાથે ગોલમાલ ફાઈવ બનાવશે

- સર્જક- એક્ટર બંને માટે સફળતાનો શોર્ટકટ
- ફ્રેન્ચાઈઝી ફિલ્મો હિટ જઈ રહી હોવાથી નવા આઇડિયાનું જોખમ લેવા કોઈ તૈયાર નથી
મુંબઇ : રોહિત શેટ્ટીએ અજય દેવગણ સાથે 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીની બનાવેલી તમામ ફિલ્મો હિટ થઈ ગઈ છે. અજય દેવગણ પોતે અન્ય કેટલીય ફ્રેન્ચાઈઝી ફિલ્મો કરી ચૂક્યો છે. સફળતાના શોર્ટ કટ રુપે આ બંને સર્જક-એક્ટરની જોડીએ કોઈ નવા આઇડિયાનું જોખમ લેવાને બદલે વધુ એક ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'ગોલમાલ ફાઈવ' બનાવવાનું નક્કી કર્યું છે.
અજય દેવગણ અને રોહિત શેટ્ટી આ ૧૪મી ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા માર્ચ મહિનામાં શરુ કરાશે. ૨૦૨૭માં તે રીલિઝ કરવામાં આવશે તેવી ચર્ચા છે.
રોહિત શેટ્ટી હાલ જોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા ધરાવતી રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે. તે પૂર્ણ થયા બાદ તે 'ગોલમાલ ફાઈવ'નું કામ શરુ કરશે. 'ગોલમાલ' સીરિઝના અન્ય કલાકારો અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કુણાલ ખેમુ નવી ફિલ્મમાં પણ રીપિટ થાય તેવી સંભાવના છે.

