Entertainment

18 વર્ષ બાદ સાથે દેખાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન, જાણો ફિલ્મનું શૂટિંગ થયું શરૂ

By GS TEAM
23 Aug 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આવનારી ફિલ્મ 'Jolly LLB 3'ને લઈને ચર્ચામાં તો છે પણ હવે તે વચ્ચે અભિનેતા વધુ એક નવી ફિલ્મને લઈને પણ ચર્ચામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

18 વર્ષ બાદ સાથે દેખાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન, જાણો ફિલ્મનું શૂટિંગ થયું શરૂ
Image source:IANS 


Haiwaan:
બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આવનારી ફિલ્મ 'Jolly LLB 3'ને લઈને ચર્ચામાં તો છે પણ હવે તે વચ્ચે અભિનેતા વધુ એક નવી ફિલ્મને લઈને પણ ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે 18 વર્ષ પછી અભિનેતા અક્ષય કુમાર અને અભિનેતા સૈફ અલી ખાન બંને એક સાથે આવનારી ફિલ્મમાં નજર આવશે. તેમની નવી ફિલ્મ 'હેવાન'ની શૂટિંગ આજથી શરૂ થઈ ગઈ છે.

અભિનેતા અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક BTS વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે અને સૈફ અને દિગ્દર્શક પ્રિયદર્શનની સાથે વાર્તાલાપ કરતાં જોવા મળશે. વીડિયો પોસ્ટ કરીને અક્ષયે કેપ્શનમાં લખ્યું કે, 'હમ સબ હી હૈ, થોડે સે શૈતાન, કોઇ ઉપર સે સંત હૈ ઔર કોઈ અંદર સે હૈવાન.' અક્ષયે તેમાં ઉમેર્યું કે તે આજથી તેના પ્રિય દિગ્દર્શક પ્રિયદર્શન સાથે 'હેવાન' ફિલ્મની શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. કેપ્શનમાં તેણે એમ પણ લખ્યું હતું કે, '18 સાલ બાદ સૈફ કે સાથ કામ કરને કા મોકા મિલા હૈ, ચલીએ અબ હેવાનિયત શરૂ કરતે હૈ.'

આ પણ વાંચો: થોડા જ દિવસમાં બધુ ભૂલી ગયા? જીવની કિંમત ઝીરો...', ભારતના પૂર્વ ખેલાડીએ પાકિસ્તાન સાથેની મેચનો કર્યો વિરોધ

જણાવી દઈએ કે, સૈફ અને અક્ષય છેલ્લીવાર 2008માં ફિલ્મ 'ટશન'માં એક સાથે નજર આવ્યા હતા. જો કે ફિલ્મ બૉક્સમાં વધુ કમાલ કરી શકી નહોતી. યશ રાજ ફિલ્મસ બેનર હેઠર આ ફિલ્મનું દિગ્દર્શન વિજય કૃષ્ણ આચાર્યે કર્યું હતું. જેમાં સૈફ અને અક્ષય સિવાય કરીના કપૂર ખાન અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ 'જોલી એલએલબી 3' સિનેમાઘરોમાં ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. મેકર્સે તેનું ટીઝર પર રિલીઝ કરી દીધું છે, જેમાં અક્ષય કુમાર, અરશદ વારસીની સાથે સૌરભ શુકલાની પણ કોમિક ટાઈમિંગ જોવા મળી રહી છે. આ ફિલ્મનું  દિગ્દર્શન સુભાષ કપૂરે કર્યું છે. ફિલ્મ સિનેમાઘરમાં 19 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું નિર્માણ સ્ટાર સ્ટૂડિયો, કાંગડા ટૉકીઝ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સને મળીને કર્યું છે.