Entertainment

Son of Sardaar 2: અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' ફિલ્મે ઓપનિંગ ડે પર કેટલી કરી કમાણી? જાણો

By GS TEAM
1 Aug 20251 min read
TukuTouch Logo
અજય દેવગણની વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ 'સન ઓફ સરદાર'ની સીક્વલ 'સન ઓફ સરદાર 2' આજે 1 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમા રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે 'ધડક 2' પણ રિલીઝ થઈ છે. જણાવી દઈએકે બૉક્સ ઑફિસ પર પહેલાથી જ 'સૈયારા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મે ખૂબ સારી કમાણી કરી લીધી છે, જેથી આ અઠવાડિયે સિનેમાઘરોમાં ત્રણે ફિલ્મ વચ્ચે જોરદાર કોમ્પિટિશન જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Son of Sardaar 2: અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' ફિલ્મે ઓપનિંગ ડે પર કેટલી કરી કમાણી? જાણો
Son of Sardaar 2 Box Office Collection: અજય દેવગણની વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ 'સન ઓફ સરદાર'ની સીક્વલ 'સન ઓફ સરદાર 2' આજે 1 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમા  રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે 'ધડક 2' પણ રિલીઝ થઈ છે. જણાવી દઈએકે બૉક્સ ઑફિસ પર પહેલાથી જ 'સૈયારા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મે ખૂબ સારી કમાણી કરી લીધી છે, જેથી આ અઠવાડિયે સિનેમાઘરોમાં ત્રણે ફિલ્મ વચ્ચે જોરદાર કોમ્પિટિશન જોવા મળી રહી છે.

'સન ઓફ સરદાર 2' બૉક્સ ઓફિસ કલેક્શન 

રિપોર્ટ અનુસાર, સાંજે 5 વાગ્યા સુધીમાં 'સન ઓફ સરદાર 2'એ 2.41 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આ આંકડા હજુ સુધી ફાઇનલ નથી અને આકડામાં ફેરફાર થઈ શકે છે, જેને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયાથી 6.75 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. 

આ પણ વાંચો : 71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ

'સન ઓફ સરદાર 2'ની ખુદ સાથે જ સ્પર્ધા

13 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મના પહેલા ભાગે પહેલા દિવસે 10.80 રૂપિયાની કમાણી કરી હતી, હવે તે ફિલ્મનો બીજો ભાગ શું પહેલા ભાગથી વધુ કમાણી કરી શકસે કે નહીં એ તો હવે સમય જ બતાવશે.