Get The App

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 1 - image


71st National Film Awards Announcement: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે આ ઍવૉર્ડ્સ 2023ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. આ નેશનલ ઍવૉર્ડમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ઍવૉર્ડ 'કટહલ'ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 19 મે 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. 'કટહલ'માં સાન્યા મલ્હોત્રા, અનંત વી જોશી, વિજય રાજ, રાજપાલ યાદવ, બ્રૃજેન્દ્ર કાલા અને નેહા સરાફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. 'ધ કેરલ ફાઇલ્સ' ફિલ્મે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો ઍવૉર્ડ જીત્યો છે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફરની વાત કરીએ તો વૈભવી મર્ચન્ટને ફિલ્મ 'રોકી રાની કી પ્રેમ કહાની'ના ગીત 'ઢિંઢોરા બાજે રે' માટે આ ઍવૉર્ડ મળ્યો છે.

ગુજરાતી ફિલ્મ 'વશ'ને મળ્યો ઍવૉર્ડ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'વશ'ને નેશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે રોકી ઓર રાની કી પ્રેમ કહાની, જ્યારે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન કેટેગરીમાં વાથી(તમિલ ગીત)એ નેશનલ ઍવૉર્ડ મેળવ્યો છે. બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનમાં એનિમલ સામેલ છે.

રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ

શાહરુખ-મૈસીને બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો છે. શિલ્પા રાવને બેસ્ટ સિંગરનો ઍવૉર્ડ મળ્યો છે. '12th ફેઇલ'ને બેસ્ટ ફિચર ફિલ્મ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. લીડીંગ રોલમાં રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ આપ્યો છે. તેને મિસિસ ચેટરજી vs નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીથી સન્માનિત કરવામાં આવી છે. 


બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ 

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 2 - image

બેસ્ટ ગુજરાતી ફિલ્મ: વશ

જાનકી બોડીવાલાને 'વશ' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે.

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 3 - image

બેસ્ટ ફીચર ફિલ્મ '12TH ફેઇલ' અને બેસ્ટ એક્ટર વિક્રાંત મૈસી

વિક્રાંત મેસીની ફિલ્મ '12th ફેઇલ'ને બેસ્ટ ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ મળ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ માટે વિક્રાંત મૈસીને બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 4 - image

રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ

રાની મુખર્જીને તેમની ફિલ્મ 'મિસેજ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ઍવૉર્ડ મળ્યો છે.

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 5 - image

શાહરુખ ખાનને બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ

શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ને 2023માં રિલીઝ કરવામાં આવી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે પહેલીવાર શાહરુખ ખાનને બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 6 - image

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શિલ્પા રાવ

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: PVN S રોહિત 

બેસ્ટ કોરિયોગ્રાફી: વૈભવી મર્ચન્ટ

બેસ્ટ લિરિક્સ: બલગમ (તેલુગુ)

સ્પેશિયલ મેન્શન: એનિમલ

બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરલ સ્ટોરી


71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ 7 - image

Tags :