Entertainment

કાજોલની આ હરકત પર બગડ્યો હતો અજય દેવગણ, પછી જુઓ કેવી રીતે ભણાવ્યો પાઠ

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
અજય દેવગણ અને કાજોલની ગણતરી બોલિવૂડની સૌથી પ્રખ્યાત જોડીઓમાં થાય છે. પરંતુ બંનેનું સ્વભાવ એકબીજાથી બિલકુલ અલગ છે. જ્યાં કાજોલ વધુ બોલવા અને વધુ વાતચીત કરવાનું પસંદ કરે છે, ત્યાં અજય ઓછું બોલી કામ કરવાનું પસંદ કરે છે. તે છતાં પણ બંને એકબીજા સાથે પ્રેમમાં પડી ગયા હતા, વિપરીત સ્વભાવ હોવા છતાં બંનેએ ને ફક્ત એકબીજા સાથે ડેટિંગ જ નહીં, લગ્ન પણ કર્યા, અને હવે તેમના લગ્નને 26 વર્ષ પૂર્ણ થયા છે. શરૂઆતના દિવસોમાં એક વખત કાજોલે અજય દેવગણ સાથે મોટો પ્રેન્ક કર્યો હતો. ત્યારે અજય કાજોલની આ હરકતથી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેની સાસુ, એટલે કે કાજોલની મા અને દિગ્ગજ અભિનેત્રી તનુજાને ફોન કરી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કાજોલની આ હરકત પર બગડ્યો હતો અજય દેવગણ, પછી જુઓ કેવી રીતે ભણાવ્યો પાઠ
photo credit: ajaydevgn instagram  


kajol pranked with ajay devgn: અજય દેવગણ અને કાજોલની ગણતરી બોલિવૂડની સૌથી પ્રખ્યાત જોડીઓમાં થાય છે. પરંતુ બંનેનો સ્વભાવ એકબીજાથી બિલકુલ અલગ છે. જ્યાં કાજોલ વધુ બોલવા અને વધુ વાતચીત કરવાનું પસંદ કરે છે, ત્યાં અજય ઓછું બોલી કામ કરવાનું પસંદ કરે છે.  છતાં પણ બંને એકબીજા સાથે પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ ફક્ત એકબીજા સાથે ડેટિંગ જ નહીં, લગ્ન પણ કર્યા, અને હવે તેમના લગ્નને 26 વર્ષ પૂર્ણ થયા છે. શરૂઆતના દિવસોમાં એક વખત કાજોલે અજય સાથે મોટો પ્રેન્ક કર્યો હતો. ત્યારે અજય કાજોલની આ હરકતથી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેની સાસુ, એટલે કે કાજોલની મા અને દિગ્ગજ અભિનેત્રી તનુજાને ફોન કરી દીધો હતો.

આ પણ વાંચો : અનિલ કપૂર એક નંબરનો જૂઠ્ઠો માણસ, લોકો મારી સાથે કામ કરવા માટે તરસતાં હતા: પ્રોડ્યુસરનો દાવો

કાજોલે અજય સાથે કર્યો હતો પ્રેન્ક  

કાજોલ અને અજયે પહેલીવાર 1995માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હલચલ’માં કામ કર્યું હતું. કહેવાય છે કે એ જ ફિલ્મના સેટ પર બંનેને એક બીજા સાથે પ્રેમ થયો હતો. કાજોલે એક ટીવી ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે ''એક કિસ્સો અજય સાથે થયો હતો. અજય સાથે મે હલચલ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તે સમયે લેન્ડલાઇન હતો. સવારે મારા રૂમમાં ફોનની ઘંટડી વાગી. ત્યારે અવાજ આવ્યો કે ....હું અજય દેવગણ વાત કરી રહ્યો છું. તો મે કહ્યું હું.. શ્રીદેવી વાત કરી રહી છું,એમ કહી મે ફોન રાખી દીધો . ફરી એક વાર ફોન આવ્યો અને કહ્યું હું.. સાચે અજય દેવગણ બોલી રહ્યો છું. મે કહ્યું આ રોંગ નંબર છે , શ્રી દેવીનો નંબર છે''

                                                                                                         photo credit: ajaydevgn instagram  

અજયે પછી તેની સાસુને ફોન કર્યો 

કાજોલે જ્યારે અજય સાથે સરખી રીતે વાત કરી નહી ત્યારે અજય દેવગણ ગુસ્સે થઇ ગયો અને પછી તેણે કાજોલની માતા તનુજાને ફોન કર્યો. કાજોલે કહ્યું ''તેણે મારી મમ્મીના ફોન પર ફોન કર્યો હતો અને કહ્યું, "આન્ટી, હું તમને મારી બહેનના લગ્ન માટે ઇન્વાઇટ કરી રહ્યો છું. મારી બહેનના લગ્ન  છે. હું લગ્નનું આમંત્રણ  આપવા ઇચ્છું છું. પરંતુ, તે (કાજોલ) દરેક વખતે મારો ફોન કટ રહી છે."