Entertainment

IPLની 18 હજાર કરોડની ટીમની બોસ કાવ્યા જાણીતા મ્યુઝિક કમ્પોઝર સાથે કરશે લગ્ન? કાકાએ કહ્યું- હા, પાકું જ છે

By GS Team
29 Jun 20263 mins read
TukuTouch Logo
સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારન અને મ્યુઝિક કમ્પોઝર અનિરૂદ્ધ રવિચંદરના લગ્નની અફવાઓ ફરી વહેતી થઈ છે. અનિરૂદ્ધના કાકા, અભિનેતા વાય.જી. મહેન્દ્રના નિવેદન બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે. કાવ્યા, જે IPL ટીમ સંભાળે છે, તેના 409 કરોડ રૂપિયાની સંપત્તિ અને અનિરૂદ્ધની 50 કરોડ રૂપિયાની સંપત્તિ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLની 18 હજાર કરોડની ટીમની બોસ કાવ્યા જાણીતા મ્યુઝિક કમ્પોઝર સાથે કરશે લગ્ન? કાકાએ કહ્યું- હા, પાકું જ છે

Kavya Maran Marriage : સનરાઈઝર્સ હૈદરાબાદની CEO અને પોતાના પિતાના બિઝનેસ સામ્રાજ્યને સંભાળનારી કાવ્યા મારન (Kavya Maran)ના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાઈરલ થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાવ્યા ટૂંક સમયમાં જ પ્રખ્યાત મ્યૂઝિક કંમ્પોઝર અનિરૂદ્ધ રવિચંદર (Anirudh Ravichander) સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેમના લગ્નની ચર્ચા ત્યારે શરૂ થઈ, જ્યારે અનિરૂદ્ધના અંકલ અને એક્ટર વાય. જી. મહેન્દ્રએ કહ્યું, 'હું તેમને અભિનંદન આપવા માંગુ છું, કારણ કે તેઓ ખૂબ જ મોટા લગ્ન કરવા જઈ રહ્યા છે. તે જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, તે કોઈ સામાન્ય છોકરી નથી. તે એક આખી (IPL) ટીમ સંભાળે છે, અને તેને પિતાના ગુણો વારસામાં મળ્યા છે.' આ નિવેદન બાદ કાવ્યા અને અનિરૂદ્ધના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જો કે, આ અંગે હજુ સુધી કાવ્યા કે, અનિરૂદ્ધ બંનેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ કોઈ પહેલીવાર નથી, જ્યારે બંનેના લગ્નની અફવાઓ ઉડી હોય, આ પહેલા વર્ષ 2025માં પણ એક રેડિટ (Reddit) પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કાવ્યા અને અનિરૂદ્ધ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, તે સમયે આ મ્યુઝિક કંમ્પોઝરે પોતે જ આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે ફરી એકવાર આ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો અનિરૂદ્ધ અને કાવ્યા વિશે વધુમાં વધુ સર્ચ કરી રહ્યા છે.

કાવ્યા મારનની સંપત્તિ કેટલી?
અહેવાલો અનુસાર, કાવ્યા મારન IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક છે, અને તેમની વ્યક્તિગત નેટવર્થ લગભગ 50 મિલિયન ડોલર એટલે કે, આશરે 409 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમણે ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Comની ડિગ્રી મેળવી છે, અને ન્યૂયોર્ક યુનિવર્સિટીની લિયોનાર્ડ એન. સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA પણ કર્યું છે.

કેટલો મોટો છે કાવ્યા મારનનો કારોબાર?

'હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ સ્પોર્ટ્સ ટીમ રિપોર્ટ 2026' મુજબ, SRH ટીમની બ્રાન્ડ વેલ્યુ લગભગ 18000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે ચોથી સૌથી વધુ નેટવર્થ ધરાવતી ટીમ છે. કાવ્યા મારન સન ગ્રુપ (Sun Group) ના માલિક કલાનિધિ મારનની એકમાત્ર પુત્રી છે. ફોર્બ્સ અનુસાર, તેમના પિતાની કુલ નેટવર્થ (Kalanithi Maran Net Worth) અંદાજે 26,000 કરોડ રૂપિયા છે.

કાર કલેક્શન અને વૈભવી જીવનશૈલી
કાવ્યા મારન સન ગ્રુપના બોર્ડ મેમ્બર છે, અને સન ટીવી નેટવર્કના OTT પ્લેટફોર્મ 'સન નેક્સ્ટ' (Sun NXT) ના હેડ પણ છે. કાવ્યા પાસે લક્ઝરી કારોનું શાનદાર કલેક્શન છે. તેમની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ (Rolls-Royce Phantom) કાર (જેની કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે) પણ સામેલ છે. આ સિવાય તેમની પાસે બેન્ટલી બેન્ટાયગા (Bentley Bentayga) અને BMW 760LI જેવી મોંઘી કારો પણ છે.

કેટલા અમીર છે અનિરૂદ્ધ રવિચંદર?
મ્યુઝિક કંમ્પોઝર અનિરૂદ્ધ રવિચંદરની વાત કરીએ તો, તેઓ દરેક પ્રોજેક્ટ અથવા ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. ભારતીય સિનેમામાં તેઓ સૌથી મોંઘા મ્યુઝિક કમ્પોઝર તરીકે જાણીતા છે. અનિરૂદ્ધ ફિલ્ટર કોફી સ્ટાર્ટઅપ 'VS Mani & CO' સાથે કો-ફાઉન્ડર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા છે. તે ટેકિલા બ્રાન્ડ 'Loca Loka' ના કો-ક્રિએટર પણ છે. તેમની વ્યક્તિગત કુલ સંપત્તિ આશરે 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.