Get The App

જ્યારે અજય દેવગણ અને યશરાજ વચ્ચે માથાકૂટ થઇ, કાજોલની હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઇ હતી

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
જ્યારે અજય દેવગણ અને યશરાજ વચ્ચે માથાકૂટ થઇ, કાજોલની હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઇ હતી 1 - image


Bollywood Controversy : બોલિવૂડ સ્ટાર્સ અને પ્રોડક્શન કંપની વચ્ચે થયેલી બબાલની અસર મોટાભાગે તેમના કો-એેક્ટર્સ અથવા ભાગીદાર પર પડતી જોવા મળે છે. તો જ્યારે પતિ અથવા પત્નિ પણ એક્ટર્સ હોય તો આ પરિસ્થિતિ વચ્ચે તાલમેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આવું જ કાંઈક અભિનેત્રી કાજોલની સાથે થયું છે.  

હાલમાં જ મીડિયામાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કાજોલે વર્ષ 2012ની તે વિવાદિત પરિસ્થિતિને યાદ કરી, જ્યારે તેના પતિ અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર' અને આદિત્ય ચોપડાની 'જબ તક હૈ જાન' ની વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જામી હતી.

આ પણ વાંચો: બે વખત બ્રેકઅપની પીડા સહન કરી, હવે ડેટ પર જવા ઉત્સુક છે ગ્લેમરસ એક્ટ્રેસ

કાજોલની હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઇ હતી

કાજોલે જણાવ્યું કે, 'બંને તરફ જોડાયેલી હોવાથી લાચારી અનુભવી રહી હતી અને મારી હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઇ હતી. કારણ કે, ઝઘડા હંમેશા મુશ્કેલી ઉભી કરે છે, ખાસ કરીને જ્યારે ઘણા સમય સુધી તેનો ઉકેલ ન આવે. તે સમયે જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે બંને પક્ષો પોતાના હકો માટે ઉભા થાય છે. હું બંને સાથે જોડાયેલી હતી, તેથી મને લાગ્યું કે, હું કંઈ કરી શકતી નથી. તો તમારે માત્ર સમયની રાહ જોવી પડશે, જેથી લાગણીઓ થોડી શાંત થાય અને વસ્તુઓ ધીમે ધીમે બરોબર થઈ શકે.' 

આ પણ વાંચો: એટલીની ફિલ્મના શૂટિંગમાં મૃણાલ ઠાકુર સામેલ થઇ

અજય દાખલ કરી હતી ફરિયાદ

વર્ષ 2012માં અજય દેવગણ અને યશરાજ ફિલ્મ્સની વચ્ચે જોરદાર બબાલ થઈ હતી, જ્યારે સન ઓફ સરદાર અને જબ તક હૈ જાન એક જ દિવસે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. અજયની કંપનીએ કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા (CCI)માં ફરિયાદ દાખલ કરી હતી કે, યશરાજ ફિલ્મ્સે પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરીને જબ તક હૈ જાન માટે વધારે સ્ક્રીન બુક કરાવી લીધી છે, જેના કારણે સન ઓફ સરદારને રિલીઝ કરવા માટે પુરતા પ્રમાણમાં થિયેટર ન મળી શકે. 

Tags :