Get The App

બે વખત બ્રેકઅપની પીડા સહન કરી, હવે ડેટ પર જવા ઉત્સુક છે ગ્લેમરસ એક્ટ્રેસ

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
બે વખત બ્રેકઅપની પીડા સહન કરી, હવે ડેટ પર જવા ઉત્સુક છે ગ્લેમરસ એક્ટ્રેસ 1 - image


Isha Malviya: ઈશા માલવિયા એક ફેમસ એક્ટ્રેસ, મોડેલ અને ઈન્ફ્લુએન્સર છે. તે સોશિયલ મીડિયા પર  પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈશા માલવિયા બિગ બોસ 17થી લોકોની વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. 2 એક્ટરને ડેટ કર્યા બાદ એક્ટ્રેસ તેની સાથે બ્રેકઅપ કરી ચૂકી છે અને હાલમાં સિંગલ લાઈફને એન્જોય કરી રહી છે. 

મને પણ ક્યારેક ડેટ પર લઈ જાઓ

તાજેતરમાં જ ઈશા માલવિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પાપારાઝી સાથે ડેટ અંગે વાત કરી રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં પાપારાઝીને કહી રહી છે કે, 'હું સ્પેશિયલ છુ. મને પણ ક્યારેક ડેટ પર લઈ જાઓ યાર. આટલું ફરો છો વરસાદની સિઝન છે, ચા પીવા માટે લઈ જાઓ.' ત્યારે પાપરાજી પણ એક્ટ્રેસને પૂછે છે કે અમે? કોને? ત્યારે એક્ટ્રેસ હસતા-હસતા કહે છે કે મને. જ્યારે પાપારાઝી હા કહે છે ત્યારે ઈશા કહે છે કે, ઈવેન્ટ પછી જઈએ. 

આ પણ વાંચો: RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલના સંબંધોનું સત્ય શું છે? કપિલના કોમેડી શૉમાં થયો ખુલાસો

ઈશા માલવિયા અભિષેક કુમાર અને સમર્થ ઝૂરેલ બંનેને ડેટ કરી ચૂકી છે

હવે એક્ટ્રેસનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ યુઝર પણ આ વીડિયો પર ભાત-ભાતની કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈશા માલવિયા અભિષેક કુમાર અને સમર્થ ઝૂરેલ બંનેને ડેટ કરી ચૂકી છે. તે બે વખત બ્રેકઅપની પીડા સહન કરી ચૂકી છે. 21 વર્ષની એક્ટ્રેસ હાલમાં સિંગલ છે. 

Tags :