એટલીની ફિલ્મના શૂટિંગમાં મૃણાલ ઠાકુર સામેલ થઇ
- આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને અલ્લુ અર્જુનની જોડી
મુંબઇ: અલ્લુ અર્જુન અને દીપિકા પદુકોણ દિગ્દર્શક એટલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છ.ે આ ફિલ્મને કામચલા એએ૨૨ઇનટુ એ૬ શીર્ષક આપવામાં આવ્યું છ.ે હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે મૃણાલ ઠાકુર આ શૂટિંગમાં સામેલ થઇ ગઇ છે. મૃણાલ ઠાકુરે હાલમાં જ સત્તાવાર ઘોષણાની સાથે એક પ્રમોશનલ વીડિયો મુંબઇમાં શૂટ કર્યો છે.
રસપ્રદ છ ેકે, ફિલ્મની ઘોષણા વખતે અભિનેત્રી તરીકે ફક્ત દીપિકા પદુકોણનુ નામ જ જાહેર કરવામાં આવ્યું હતુ. પરંતુ હવે મૃણાલ ઠાકુર મુંબઇમાં શૂટિંગમાં જોડાતા તેના ચાહકો ગેલમાં આવી ગયા છે.
યોજના અનુસાર, આ ફિલ્મને જુન મહિનામાં રિલીઝની ઘોષણા થઇ હતી.
પરંતુ ટેકનિકલ મુદ્દાઓને કારણે ફિલ્મનું કામ મોડું થઇ રહ્યું છે. ફિલ્મનો પ્રમોશનલ વીડિયો તૈયાર હતો પરંતુ છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામીને કારણે ટીમને સ્પષ્ટતા કરવી પડી છે કે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ સુધી ચાલુ રહે તેેવી શકયતા છે.