અજય દેવગણે તેની નવી હોરર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અજય દેવગણ અને કુમાર મંગત પાઠક નિર્માતા
- આ હોરર ફિલ્મનું નિર્દેશન યે કાલી કાલી આંખે ફેમ રોહિત જુગરાજ કરવાનો છે
મુંબઈ : અજય દેવગણે તેની નવી હોરર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાની માહિતી સોશ્યલ મિડિયા દ્વારા શેર કરી હતી. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું, ડર કા માહૌલ ..હોને વાલા હૈ. અમારી હોરર થ્રીલરનું શૂટિંગ આજથી શરૂ થાય છે.
દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના નેજા હેઠળ બની રહેલી આ હોરર ફિલ્મનું નામ નક્કી થયું નથી. આ ફિલ્મને અજય દેવગણ, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકનું પીઠબળ છે. અજય દેવગણે ફિલ્મની ટીમ સાથેની તસવીર પણ શેર કરી હતી.
આ ફિલ્મનું નિર્દેશન રોહિત જુગરાજને સોંપવામાં આવ્યું છે. રોહિત તેની પંજાબી ફ્રેન્ચાઇઝ 'સરદાર જી' માટે જાણીતો છે. તેણે ઓટીટી સીરિઝ ' યે કાલી કાલી આંખ'ેનું પણ નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત તેણે 'ચમક' નામનો અન્ય પ્રોજેક્ટ પણ કર્યો છે.




